News of Tuesday, 21st October 2025
"દિવાળીની રોશની વચ્ચે 'ધૂમાડાનું ઝેર': ફટાકડા અને પરાળીના ધુમાડાથી પંજાબમાં પ્રદૂષણના રેકોર્ડ તૂટ્યા! દિલ્હી-NCR પર બેવડો પ્રકોપ"
પંજાબમાં તરનતારન અને અમૃતસર જિલ્લામાં સૌથી વધુ કેસ: સરકારે આ મામલે દંડ ફટકાર્યો છે અને FIR પણ દાખલ કરી છે, પરંતુ ખેડૂતો હજી પણ પરાળી સળગાવવાનું ચાલુ રાખી રહ્યા છે

ચંદીગઢ, તા. ૨૧ : એક તરફ સમગ્ર દેશ દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પંજાબમાં પરાળી (Parali) સળગાવવાની વધતી જતી ઘટનાઓએ પ્રદૂષણનો બેવડો પ્રકોપ સર્જ્યો છે. ફટાકડાના ધુમાડા સાથે ખેતરોમાંથી નીકળતા ધુમાડાના કારણે પંજાબમાં પ્રદૂષણના બધા રેકોર્ડ તૂટી ગયા છે, જેની સીધી અસર દિલ્હી-NCRની હવા પર પડી રહી છે.
દિલ્હી-NCRની હવા 'રેડ ઝોન'માં
પંજાબ અને હરિયાણામાં પરાળી બાળવાના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૫૦નો આંક વટાવી ગયો છે. પરિણામે, રાજધાનીના ઘણા વિસ્તારો હવે 'રેડ ઝોન' (ખૂબ જ ખરાબ હવા) માં આવી ગયા છે. આ વધતા વાયુ પ્રદૂષણ માટે પંજાબમાં પરાળી બાળવાને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે.
તરણતારન અને અમૃતસરમાં સૌથી વધુ કેસ
પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે, જેમાં તરનતારન અને અમૃતસર જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. સરકારે આ મામલે દંડ ફટકાર્યો છે અને FIR પણ દાખલ કરી છે, પરંતુ ખેડૂતો હજી પણ પરાળી સળગાવવાનું ચાલુ રાખી રહ્યા છે.
જોકે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં કુલ ઘટાડો નોંધાયો છે, પરંતુ દિવાળીના સમયે આ કેસોમાં આવેલા ઉછાળાને કારણે વાતાવરણમાં ગંભીરતા વધી ગઈ છે.
પર્યાવરણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ફટાકડા અને પરાળી બંનેના ધુમાડાના સંયોજનથી હવાની ગુણવત્તા અત્યંત બગડી છે, જે શ્વાસ સંબંધિત રોગોથી પીડિત લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
