<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિયઃ પશ્ચિમ ભારતમાં મેઘાવી માહોલ જામશે

૨૩ થી ૨૬ ઓક્‍ટોબર દરમિયાન મુંબઈ, કોંકણ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્‍યતા

(જયેશ ભટાસણા) ટંકારાઃ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં આજે એક લો પ્રેશર એરિયા રચાતા હવામાનમાં મહત્‍વપૂર્ણ ફેરફારની શરૂઆત થઈ છે. આ સાથે જ ઉત્તર બંગાળની ખાડી ઉપર એક સક્રિય વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ જોવા મળતાં Subtropical Ridge (STR) કમજોર થવાની સંભાવના છે.

હવામાન નિષ્‍ણાતોના જણાવ્‍યા મુજબ, હાલમાં MJO (Madden–Julian Oscillation) અને Equatorial Rossby (ER) જોડાયેલી Westerly wind burst દક્ષિણ પヘમિ પવનોને વધુ મજબૂત બનાવી રહી છે. માલદિવ્‍સ વિસ્‍તાર ઉપર રચાતો રિજ (ridge) અને આ બધા પરિબળો મળીને ITCZ (Inter-Tropical Convergence Zone) ને ઉત્તર તરફ ખેંચશે જેના કારણે ફરીથી મોન્‍સૂન જેવા પવનોની ગતિ તેજ બનશે.

જેની અસર કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર તરફ ભેજનો પ્રવાહ વધશે. આ સિસ્‍ટમ આગામી દિવસોમાં ધીમે ધીમે મજબૂત બની ડિપ્રેશનમાં રૂપાંતરિત થઈ તે દક્ષિણ ભારતમાંથી પસાર થઈ ૨૩ ઓક્‍ટોબર સુધી મહારાષ્ટ્ર પહોંચશે, ૨૩ થી ૨૬ ઓક્‍ટોબર દરમિયાન મુંબઈ, કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ભાગો સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ સક્રિય બનશે.

(2:41 PM IST)