<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

સ્‍થાનિક ચૂંટણીઓમાં આપ-કોંગીના ‘જથ્‍થાબંધ' ઉમેદવારોને ‘મેદાન' મૂકાવવાનો ભાજપનો ઈરાદો

નેતાઓ કો જનતા સે અબ તો વોટ ચાહીએ, બિક જાતે હૈ વો શખ્‍સ જીનકો ‘નોટ' ચાહીએ... : ફોર્મમાં ‘વાંધા' કાઢવા, રદ્દ કરાવવા, પાછા ખેંચાવવા, ટેકા જાહેર કરાવવા, નિષ્‍ક્રિય કરવા વગેરે માટે ઘડાતી વ્‍યુહરચના : તહેવારો પછી રાજકીય ગરમાવો આવશે

રાજકોટ, તા., ૨૧ : ગુજરાતમાં આવતા ચાર મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતો અને ૧૫ મહાનગરોની ચૂંટણી આવી રહી છે. ધારાસભાની ૨૦૧૭ની ચૂંટણી પૂર્વે આ સૌથી મોટો જનાદેશ હશે તો ચૂંટણી સમયસર યોજાય તો ફેબ્રુઆરીમાં મતદાન થવા પાત્ર છે. રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. દિવાળી પછી ચૂંટણીલક્ષી ગરમાવો આવશે. રાજ્‍યમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તે રીતે ત્રિપાંખીયો મુખ્‍ય જંગ થવાના એંધાણ છે. અન્‍ય પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં હશે હરિપક્ષને જરૂરિયાત મુજબ મેદાન છોડાવવા ભાજપે ખાનગી રહે તૈયારી શરૂ કરી દીધાની વાત જાણવા મળે છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં એક એક મત અત્‍યંત અગત્‍યનો હોય છે. કોઈ ઉમેદવાર કે પક્ષ અન્‍ય ઉમેદવારની હાર કે જીતમાં નિર્ણાયક બની શકે છ.ે સામાન્‍ય રીતે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કોંગ્રેસના મત તોડી ભાજપને ફાયદો કરાવે તેવી છાપ છે. જોકે દરેક જગ્‍યાએ આ રીતે થતું નથી. વિસાવદરમાં ભાજપને અને આમ આદમી પાર્ટી વચ્‍ચે જંગ થયેલ. કોણ કોના કેટલા મત કાપે તે ઉમેદવાર અને સ્‍થાનિક પરિસ્‍થિતિ પર આધારિત હોય છે.

ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેમાંથી જ્‍યાં જે વધુ નડે તેમ હોય તેને હટાવવા માટે વ્‍યુહ રચના ઘડવાની શરૂ કરી દીધા નું ચર્ચાઈ રહ્યું છે જો બંને પક્ષને હટાવી શકાય તો તે વિસ્‍તારમાં ભાજપ માટે બિનહરીફ થવાનો અથવા સરળતાથી જીતવાનો રસ્‍તો ખુલી જાય. આપ અને કોંગ્રેસના જથ્‍થાબંધ ઉમેદવારો સામે ભાજપ મેદાન મૂકાવવાની યુક્‍તિ કરે તેવા એંધાણ વર્તાય છે.

હરીફ પક્ષના કામ સામે વાંધા ઉઠાવવા, રદ કરાવવા, નિષ્‍ક્રિય કરી દેવા, બળવા કરાવવા, ટેકા જાહેર કરાવવા જેવા પ્રયોગો થતા જોવા મળશે. ભૂતકાળમાં પણ આવા પ્રયોગો થયા છે. ત્રિપાંખીયા આ જંગમાં આ પદ્ધતિ વિશેષ ધ્‍યાન ખેંચશ.ે મતદાન પૂર્વે જ હરીફપક્ષને હતાશ કરી દેવાનો ભાજપનો ઈરાદો છે ચૂંટણીમાં કાવાદાવા અને જે ભાષામાં સામેવાળા સમજે તે ભાષાનો ઉપયોગ કરવાની પદ્ધતિ જાણીતી છ.ે ભાજપનો ઈરાદો જો સફળ થાય તો મતદાન પૂર્વે જ મતદારોમાં ચોક્કસ મેસેજ જઈ શકે. ત્રણેય પક્ષોની પરિસ્‍થિતિ શું થાય છે તે આવતા દિવસોમાં ખબર પડશે. ઘણી વાર અગાઉથી ગમે તેટલી ગોઠવણ હોવા છતાં ચૂંટણી પૂર્વેના દિવસોનું વાતાવરણ જ નિર્ણાયક બનતું હોય છે.

(2:14 PM IST)