News of Tuesday, 21st October 2025
બંગાળની ખાડીમાં એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા જેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા : આગામી 7 દિવસ રાજ્યમાં કસોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી,25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા

અમદાવાદ તા.૨૧ :હવામાન વિભાગના મુજબ, હાલમાં બંગાળની ખાડીમાં એક અપર એર સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યમાં કસોસમી વરસાદની આગાહી છે.
ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે મોસમી વરસાદનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે.
આગામી 7 દિવસ રાજ્યમાં કસોસમી વરસાદની આગાહી
માવઠાને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની પડશે. આગામી 7 દિવસ રાજ્યમાં કસોસમી વરસાદની આગાહી છે. 27 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભેજના કારણે હળવો વરસાદ થઈ શકે છે અથવા વાદળવાયું પણ આવી શકે છે. 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાના કારણે 23 અને 24થી આ સિસ્ટમ મજબૂત થઈ તારીખ 28 અને 29 સુધીમાં ભારે ચક્રવાત થવાની શકયતા રહેશે. અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે અપડેટ આપતા કહ્યું કે, આ વાવાઝોડમાં પવનની ગતિ 100થી 150 પ્રતિકલાક જેટલી રહેશે.
દેશમાં કેવુ રહેશે હવામાન?
ચોમાસું ભલે ભારતમાં પાછું ફર્યું હોય, પરંતુ હવામાનનો પ્રકોપ હજુ સમાપ્ત થયો નથી. આ અઠવાડિયું ઘણા ભારતીય રાજ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. તેની અસરથી દરિયાકાંઠાના વિસ્તારો તેમજ આંતરિક રાજ્યોને નુકસાન થવાની ધારણા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાત ચેતવણી જારી કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. એવું કહેવામાં આવ્યું છે કે 23 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ચેતવણી જારી થતાં જ સ્થાનિક બંદરો ખાલી કરાવવાનું શરૂ થઈ ગયું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારતથી ઉત્તર ભારત સુધી અનુભવાશે. ચક્રવાતની અસર કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં જોવા મળશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
