News of Tuesday, 21st October 2025
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ(RJD)ની આગેવાની હેઠળના મહાગઠબંધન અને ભાજપ-જનતા દળ યુનાઇટેડ(JDU)ની આગેવાની હેઠળના NDA ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો
મતદાનના પહેલા તબક્કા માટે ઉમેદવારી પરત ખેંચવાની ડેડ લાઈન જતી રહી છે ત્યારે 12 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો અંગે સમજૂતી થઇ શકી નહીં.મહાગઠબંધને બિહારની 243 બેઠકો માટે 254 ઉમેદવારો ઉભા રાખ્યા : 12 બેઠકો પર ચૂંટણી રસપ્રદ બનશે

પટના તા.૨૧ : બિહાર વિધાનસભા ચૂંટણી માટે 6 અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. બંને તબક્કા માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ(RJD)ની આગેવાની હેઠળના મહાગઠબંધન અને ભાજપ-જનતા દળ યુનાઇટેડ(JDU)ની આગેવાની હેઠળના NDA ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો હશે. પરંતુ 12 બેઠકો એવી છે, જેમાં મહાગઠબંધનના જ ઉમેદવારો એકબીજા સામે ઉભા છે.
નોંધનીય છે કે મતદાનના પહેલા તબક્કા માટે ઉમેદવારી પરત ખેંચવાની ડેડ લાઈન જતી રહી છે, ત્યારે 12 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો અંગે સમજૂતી થઇ શકી નહીં. મહાગઠબંધને બિહારની 243 બેઠકો માટે 254 ઉમેદવારો ઉભા રાખ્યા છે, ત્યારે 12 બેઠકો પર ચૂંટણી રસપ્રદ બનશે.
છ બેઠકો પર RJD અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાલબો છે, જ્યારે કામ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(CPI) અને કોંગ્રેસ વચ્ચે ચાર બેઠકો પર મુકાબલો થશે. મુકેશ સાહનીની અગેવાળી હેઠળની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) અને RJD વચ્ચે બે બેઠકો પર સ્પર્ધા થશે.
બછવારા બેઠક પર CPIના અવધેશ કુમાર રાય અને કોંગ્રેસના શિવ પ્રકાશ ગરીબ દાસ
નરકટિયાગંજ બેઠક પર RJDના દીપક યાદવ અને કોંગ્રેસના શાશ્વત કેદાર પાંડે
બાબુબાર્હી બેઠક પર VIPના બિંદુ ગુલાબ યાદવ અને RJD અરુણ કુમાર સિંહ કુશવાહા
વૈશાલી બેઠક પર કોંગ્રેસના સંજીવ સિંહ અને RJDના અજય કુમાર કુશવાહા
રાજા પાકર બેઠક પર કોંગ્રેસના પ્રતિમા કુમારી દાસ અને CPIના મોહિત પાસવાન
કહલગાંવ બેઠક પર RJDના રજનીશ ભારતી અને કોંગ્રેસના પ્રવીણ સિંહ કુશવાહા
બિહાર શરીફ બેઠક પર કોંગ્રેસના ઓમૈર ખાન અને CPI શિવકુમાર યાદવ
સિકંદરા બેઠક પર કોંગ્રેસના વિનોદ કુમાર ચૌધરી અને RJDના. ઉદય નારાયણ ચૌધરી
ચેનપુર બેઠક પર VIPના બાલ ગોવિંદ બિંદ અને RJDના બ્રિજ કિશોર બિંદ
સુલતાનગંજ બેઠક પર કોંગ્રેસના લાલન કુમાર અને RJDના ચંદન કુમાર સિંહા
કારગહર બેઠક પર કોંગ્રેસના સંતોષ કુમાર મિશ્રા અને CPIના મહેન્દ્ર પ્રસાદ ગુપ્તા
વારસાલીગંજ બેઠક પર RJDના અનિતા દેવી મહતો અને કોંગ્રેસના સતીશ કુમાર
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
