News of Tuesday, 21st October 2025
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિતભાઈ શાહ કાલે નવા વર્ષના અવસરે અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે
અમિતભાઈ શાહ કાલે 22 ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ પણ ઉજવશે. આ દિવસે પણ અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો તેમના નિવાસસ્થાને પહોંચીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશે

ગાંધીનગર તા.૨૧ :દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે. નવા વર્ષના અવસરે તેઓ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ સાથે ખાસ મુલાકાત કરશે અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે
અમિતભાઈ શાહ 22 ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ પણ ઉજવશે. આ દિવસે પણ અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો તેમના નિવાસસ્થાને પહોંચીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશે. નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ સાથે કરશે.
તેમના જન્મદિવસ અને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદમાં ભવ્ય આયોજનની તૈયારી કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન ગોઠવવામાં આવી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
