News of Tuesday, 21st October 2025
કોલકતા આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયની ભત્રીજીનો લટકતો મૃતદેહ મળતા ચકચાર
છોકરીનો મૃતદેહ કબાટના ફ્રેમમાંથી લટકતો મળ્યો: ગળામાં દોરડું બાંધેલું હતું ; છોકરી રવિવાર રાતથી ગુમ હતી. થોડા સમય પછી દરવાજો બંધ જોઈને તેમને શંકા ગઈ

પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આરજી કર બળાત્કાર અને હત્યાના દોષિત સંજય રોયની ભત્રીજીનો લટકતો મૃતદેહ મળી આવ્યો છે. તે માત્ર 11 વર્ષની હતી. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
રવિવારે રાત્રે અલીપોરના વિદ્યાસાગર કોલોનીમાં એક કબાટમાંથી 11 વર્ષની બાળકીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ એક કબાટમાંથી મળી આવ્યો હતો. મૃતક છોકરી આરજી કર બળાત્કાર અને હત્યા કેસના દોષિત સંજય રોયની ભત્રીજી છે. તે સંજયની મોટી બહેનની પુત્રી છે. એવું પણ જાણવા મળ્યું છે કે સંજયની મોટી બહેનના મૃત્યુ પછી તેની નાની બહેન છોકરીની સંભાળ રાખતી હતી. છોકરીના પિતાએ પાછળથી સંજયની નાની બેન સાથે લગ્ન કર્યા હતા. પરિવારનો દાવો છે કે છોકરી રવિવાર રાતથી ગુમ હતી. થોડા સમય પછી દરવાજો બંધ જોઈને તેમને શંકા ગઈ હતી.
ખટખટાવ્યા પછી પણ કોઈ જવાબ ન મળતાં, પરિવારના સભ્યોએ દરવાજો તોડી નાખ્યો હતો. અંદર પ્રવેશતાં તેમને છોકરીનો મૃતદેહ કબાટના ફ્રેમમાંથી લટકતો મળ્યો હતો, તેના ગળામાં દોરડું બાંધેલું હતું. તેણીને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. સ્થાનિક લોકોએ આજે પરિવાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. પોલીસે મૃતક છોકરીના માતા-પિતાને બચાવી લીધા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
