<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

અમેરિકી વ્હાઇટ હાઉસના ઇસ્ટ વિંગ પર બુલડોઝર ચાલ્યું: રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ભવ્ય બોલરૂમ ૨૦૨૯ સુધીમાં તૈયાર થશે: અભૂતપૂર્વ ઘટના

વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં વર્ષ ૧૯૪૮ પછીનો સૌથી મોટો માળખાકીય ફેરફાર

વોશિંગ્ટન: અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, ઇસ્ટ વિંગના એક ભાગને તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અહીં એક વિશાળ અને ભવ્ય બોલરૂમ બનાવવાની યોજના છે. સોમવાર, વીસ ઓક્ટોબરથી આ નિર્માણ કાર્ય માટે બુલડોઝર અને અન્ય મશીનરી દ્વારા ઇસ્ટ વિંગના જૂના માળખાને તોડવાનું શરૂ કરાયું હતું.
આ નવો બોલરૂમ અંદાજે નેવું હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો હશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે બસો પચાસ મિલિયન ડોલર એટલે કે ૨૨૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે ખાનગી ભંડોળ દ્વારા ઉભો કરવામાં આવી રહ્યો છે. 
વ્હાઇટ હાઉસના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ જાન્યુઆરી ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આને વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં વર્ષ ૧૯૪૮ પછીનો સૌથી મોટો માળખાકીય ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

(8:07 PM IST)