<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

પીએમ મોદીએ જાપાનના નવા પ્રધાનમંત્રી તાકાઈચીને અભિનંદન આપ્યા

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ સોશિયલ મીડિયા દ્વારા જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવવા બદલ સના તાકાઈચીને અભિનંદન આપ્યા. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું. ભારત-પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આપણા ગાઢ સંબંધો મહત્વપૂર્ણ છે.

(12:52 AM IST)