ચક્રવાત થયું સક્રિય, 11 રાજ્યો થશે પ્રભાવિત; IMD દ્વારા 4 રાજ્યોમાં વીજળી પડવાનું એલર્ટ
આ સિસ્ટમ આજે વધુ તીવ્ર બને તેવી અપેક્ષા છે અને તે આંદામાન અને નિકોબારથી શરૂ થઈને કેરળ તરફ આગળ વધશે, ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોને અસર કરશે

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD)એ ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતી વાતાવરણ સિસ્ટમ સક્રિય થવાનું એલર્ટ જારી કર્યું છે. આ સિસ્ટમ આજે વધુ તીવ્ર બને તેવી અપેક્ષા છે અને તે આંદામાન અને નિકોબારથી શરૂ થઈને કેરળ તરફ આગળ વધશે, ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોને અસર કરશે. ૨૨ અને ૨૩ ઓક્ટોબર દરમિયાન આંદામાન અને નિકોબારમાં ૪૦-૫૦ કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે, જ્યારે તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં આગામી પાંચ દિવસમાં ૩૦-૪૦ કિમી/કલાકની પવન અને વીજળીની શક્યતા છે.
૨૩ ઓક્ટોબર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની અપેક્ષા છે.૧૧ પ્રભાવિત રાજ્યો:આ ચક્રવાતથી કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ આદિ ૧૧ રાજ્યો પ્રભાવિત થશે. આ સિસ્ટમ દક્ષિણ, પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી અસર કરશે.૪ રાજ્યોમાં વીજળીનું એલર્ટ:IMDએ ૨૦થી ૨૪ ઓક્ટોબર દરમિયાન ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી પડવાની ચેતવણી જારી કરી છે.અન્ય વેધર ચેતવણીઓ:તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ૨૦થી ૨૪ ઓક્ટોબર સુધી ભારે વરસાદ અને વીજળી.
પશ્ચિમ ભારત (કોંકણ, ગોવા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર)માં આગામી બે દિવસમાં વીજળી અને તોફાની પવન.
ઉત્તર ભારત (જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ)માં વીજળી સાથે વાવાઝોડા.
IMDની સલાહ:IMDએ ભારે વરસાદ, તોફાની પવન અને વીજળી વિશે ચેતવણી જારી કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈયારીઓ શરૂ કરવાની સલાહ આપી છે.અસર અને તૈયારીઓ:ચેતવણી મળતાં સ્થાનિક બંદરોને ખાલી કરાવવાનું કામ શરૂ થયું છે. આ ચક્રવાતથી દેશમાં જોખમી વાતાવરણ અને નુકસાનની સંભાવના છે, જોકે ચોમાસું પાછું ફર્યું હોવા છતાં હવામાનનો પ્રકોપ સમાપ્ત થયો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
