<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

અભિનેતા અને ગાયક ઋષભ ટંડનનું હાર્ટ અટેકથી અવસાન

આ કલાકાર સુફી-ફ્યુઝન સંગીત અને મધુર અવાજ માટે જાણીતા હતા. તેમનું ગીત 'યે આશિકી' ખૂબ લોકપ્રિય હતું. તેઓ અભિનય, સંગીત અને ગાયીકી ક્ષેત્રે જાણીતા હતા

નવી દિલ્હી: પ્રખ્યાત અભિનેતા, ગાયક અને સંગીતકાર ઋષભ ટંડન (જે 'ફકીર' તરીકે પણ જાણીતા હતા તેઓનું આજે દિલ્હીમાં હાર્ટ અટેકથી અચાનક નિધન થયું. તેઓ માત્ર 35 વર્ષના હતા.
 ઋષભ દિવાળીના તહેવાર માટે પરિવારને મળવા દિલ્હી આવ્યા હતા, જ્યાં તેમના ઘરે આ દુઃખદ ઘટના બની.
 મુંબઈ સ્થિત આ કલાકાર સુફી-ફ્યુઝન સંગીત અને મધુર અવાજ માટે જાણીતા હતા. તેમનું ગીત 'યે આશિકી' ખૂબ લોકપ્રિય હતું. તેઓ અભિનય, સંગીત રચના અને ગાયનમાં સક્રિય હતા, અને તાજેતરમાં અનરિલીઝ્ડ ટ્રેક્સ પર કામ કરી રહ્યા હતા.
 ઋષભ શાંત અને સમર્પિત વ્યક્તિ હતા, જેમના ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હતા.
 આ સમાચારથી સંગીત અને મનોરંજન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાહકો અને સહકલાકારો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે.

 

(12:51 PM IST)