રેલવેમાં બમ્પર ભરતી : 31 ઓક્ટોબરથી ફોર્મ ભરી શકશો: ઉંમરમાં કોઈ છૂટછાટ મળશે નહીં
ફોર્મ 31 ઓક્ટોબર 2025થી rrbapply.gov.in પર ભરી શકાશે અને છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025

નવી દિલ્હી : રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. રેલવે ભરતી બોર્ડે JE ભરતી 2025નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ વખતે 2570 પદ પર વેકેન્સી બહાર પાડી છે. ફોર્મ 31 ઓક્ટોબર 2025થી rrbapply.gov.in પર ભરી શકાશે અને છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે, પણ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ વખતે વેકેન્સી ગત વર્ષની 7951થી ખૂબ ઓછી છે અને ઉંમર મર્યાદામાં પણ કોઈ ઢીલ નથી આપી.જાણો આ ભરતી વિશે વધુ વિગતો જાણીએ...
આ વખતે કૂલ 2570 જૂનિયર એન્જિનિયર (JE)ના પદ છે. આ વેકેન્સી આખા દેશના RRB ઝોન્સમાં વહેંચી છે.
અમદાવાદ: www.rrbahmedabad.gov.in
મુંબઈ:www.rrbmumbai.gov.in
કોલકાતા: www.rrbkolkata.gov.in
પટના: www.rrbpatna.gov.in
ચેન્નઈ: www.rrbchennai.gov.in
બીજા પણ અન્ય ઝોન્સ છે, બેંગલુરુ, ભોપાલ, ચંડીગઢ, ગુવાહાટી, પ્રયાગરાજ, આખી યાદી ઉપર આપેલી વેબસાઈટ પર ચેક કરી શકશો. 2019માં 14,000 વેકેન્સી હતી. 2024માં 7951 અને હવે 2570 એટલે કે આ વખતે મોકો ઓછો છે.
આ પદ પર અપ્લાઈ કરવા માટે ઉમેદવારો પાસે કોઈ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી/ઈંસ્ટીટ્યૂટમાંથી સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, ટેલીકમ્યુનિકેશનમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવું જોઈએ. JE(IT) માટે BCA, PGDCA અથવા DOEACC ‘B’ લેવલનો 3 વર્ષનો કોર્સ પણ ચાલશે. કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટેંટ માટે ખાસ ક્વાલિફિકેશન જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો આ પદ માટે ન્યૂનતમ એજ 18 વર્ષ અને અધિકતમ ઉંમર 33 વર્ષ છે. ગત વખતે 36 વર્ષ હતી. કેમ કે કોવિડના કારણે 3 વર્ષની છૂટ આપી હતી. આવી જ રીતે SC/STને 5 વર્ષ અને OBCને 3 વર્ષની છૂટ મળશે.
કેવી રીતે થશે સિલેક્શન
1. CBT-1: 90 મિનિટ, 100 પ્રશ્નો (1 સવાલ=1 માર્ક્સ), નેગેટિવ માર્કિંગ (ખોટા જવાબ પર 1/3 અંક કપાશે)
વિષય: ગણિત, જનરલ ઈંટેલિજેંસ, જનરલ સાઈન્સ, જનરલ અવેયરનેસ
2.CBT-2: 120 મિનિટ, 150 સવાલ
વિષય: ટેક્નિકલ સબ્જેક્ટ્સ, ફિઝિક્સ-કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર, એનવાયરનમેન્ટ, જનરલ અવેયરનેસ.
3 ડોક્યુમેન્ટ વેરિફિકેશન: પાસ થતા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે
4: મેડિકલ ટેસ્ટ: ફિટનેસ ચેક થશે
મેરિટ લિસ્ટ CBT-2ના આધાર પર બનશે તો બંને એક્ઝામ પાસ કરવી જરુરી છે.
કેટલી ફી થશે?
આ પદ પર અરજી કરનારા જનરલ/અન્યને 500 રુપિયા ફી આપવી પડશે. પરીક્ષા આપશો તો 400 રુપિયા રિફંડેબલ છે. SC/ST, મહિલાઓ, દિવ્યાંગ, EWS, પૂર્વ સૈનિકો માટે અરજી ફી 250 રુપિયા હશે. જે એક્ઝામ આપ્યા બાદ રિફંડ થઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
