<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ડોનાલ્ડ ટ્રમ્પના નામે ફેક ટ્વીટ વાયરલ: કેનેડા સાથેના તમામ વેપાર કરાર રદ કરવાની ૭૫૦૦૦ ડોલરની ફેક જાહેરાતથી ખળભળાટ

નવી દિલ્હી: અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે એક ટ્વીટ (હવે 'એક્સ’)નું સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં કેનેડા સાથેના તમામ વેપાર કરારો તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, તપાસમાં આ પોસ્ટ સંપૂર્ણપણે બનાવટી હોવાનું જાણવા મળ્યું છે.

વાયરલ થઈ રહેલી આ ફેક પોસ્ટમાં, એટ ધ રેટ રિયલ ડોનાલ્ડ ટ્રમ્પ' @realDonaldTrump' હેન્ડલ પરથી (જે હવે સક્રિય નથી) દાવો કરવામાં આવ્યો હતો કે, "રોનાલ્ડ રીગન ફાઉન્ડેશને હમણાં જ જાહેરાત કરી છે કે કેનેડાએ ટેરિફ વિશે નકારાત્મક બોલતા રોનાલ્ડ રીગન દર્શાવતી એક નકલી જાહેરાતનો ઉપયોગ કર્યો છે. આ જાહેરાત ૭૫,૦૦૦ ડોલરની હતી."

પોસ્ટમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, "તેમણે (કેનેડાએ) આ માત્ર યુએસ સુપ્રીમ કોર્ટ અને અન્ય અદાલતોના નિર્ણયમાં દખલ કરવા માટે કર્યું છે. ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષા અને યુએસએની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના આ ઘોર વર્તનના પગલે, કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો આથી સમાપ્ત કરવામાં આવે છે." પોસ્ટના અંતે "પ્રેસિડેન્ટ ડીજેટી" તરીકે હસ્તાક્ષર કરાયા હતા.

તપાસમાં શું સામે આવ્યું?

વિવિધ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ અને ફેક્ટ-ચેકર્સ દ્વારા આ દાવાની તપાસ કરવામાં આવી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી, અમેરિકી સરકાર કે કેનેડિયન સરકાર તરફથી વેપાર વાટાઘાટો સમાપ્ત કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર 'ટ્રુથ સોશિયલ' એકાઉન્ટ પર પણ આવી કોઈ પોસ્ટ જોવા મળી નથી. "પ્રેસિડેન્ટ ડીજેટી" હસ્તાક્ષર પણ શંકાસ્પદ છે, નિષ્ણાતો માની રહ્યા છે કે આ સ્ક્રીનશોટ એડિટ કરીને અથવા પેરોડી એકાઉન્ટ દ્વારા બનાવીને રાજકીય તણાવ પેદા કરવાના હેતુથી વાયરલ કરવામાં આવ્યો છે.

અહીં ટ્રમ્પના નામે વહેતો કરાયેલ બનાવટી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપરનો સંદેશ આપેલ છે

(11:58 AM IST)