<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ફેડરલ બેંકમાં બ્લેકસ્ટોનનો 'મેગા એન્ટ્રી': અમેરિકન જાયન્ટે ₹૬,૨૦૦ કરોડના વોરંટ ખરીદવાની કરી જાહેરાત

યસ અને RBL બેંક પછી હવે ફેડરલ બેંકમાં વિદેશી રોકાણ: બ્લેકસ્ટોન ૯.૯૯% હિસ્સો ખરીદશે; બેંકના શેરમાં ૧.૬% નો ઉછાળો

નવી દિલ્હી: ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણની ધમાકેદાર એન્ટ્રી ચાલુ છે. તાજેતરમાં યસ બેંક અને RBL બેંકમાં મોટા સોદા થયા બાદ હવે કેરળ સ્થિત ખાનગી ક્ષેત્રની ફેડરલ બેંક લિમિટેડમાં અમેરિકન ખાનગી ઇક્વિટી જાયન્ટ બ્લેકસ્ટોન દ્વારા મોટું રોકાણ કરવામાં આવશે.
ફેડરલ બેંકે બ્લેકસ્ટોનને ₹૬,૨૦૦ કરોડના કન્વર્ટિબલ વોરંટ જારી કરવાની મંજૂરી આપી છે. આ સોદો પ્રેફરન્શિયલ ધોરણે થશે અને બેંકની મૂડીને મજબૂત બનાવશે.
 રોકાણ: બ્લેકસ્ટોન ₹૬,૧૯૬ કરોડનું રોકાણ કરશે.  વોરંટ ભાવ: બ્લૅકસ્ટોનને ₹૨૨૭ પ્રતિ વોરંટના ભાવે ૨૭.૨૯ કરોડ કન્વર્ટિબલ વોરંટ જારી કરાશે.
 હિસ્સો: સોદો પૂર્ણ થયા પછી, બ્લેકસ્ટોન બેંકમાં આશરે ૯.૯૯% હિસ્સો હસ્તગત કરશે, જે નિયમનકારી મર્યાદાથી થોડો નીચે છે.
 બોર્ડમાં સ્થાન: બ્લેકસ્ટોનનો હિસ્સો ૫% સુધી પહોંચશે ત્યારે તેને બેંકના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને નોમિનેટ કરવાનો પણ અધિકાર મળશે.
આ જાહેરાત બાદ શુક્રવારે ફેડરલ બેંકના શેર લગભગ ૧.૬% વધીને ₹૨૩૨.૨ ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
મધ્યમ કદની બેંકોમાં રોકાણની રેસમાં  આ વર્ષે મધ્યમ કદની ભારતીય બેંકોમાં વિદેશી રોકાણનો મોટો પ્રવાહ જોવા મળ્યો છે:
 RBL બેંક: તાજેતરમાં જ એમિરેટ્સ NBD એ RBL બેંકમાં આશરે ₹૨૭,૦૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી છે.
 યસ બેંક: સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન (SMBC) એ મે મહિનામાં યસ બેંકમાં ૨૦% થી વધુ હિસ્સો હસ્તગત કર્યો હતો.
 IDFC ફર્સ્ટ બેંક: વોરબર્ગ પિંકસના એક યુનિટે IDFC ફર્સ્ટ બેંકમાં ૯.૪૮% હિસ્સો ખરીદ્યો હતો.
બ્લેકસ્ટોનનો ફેડરલ બેંકમાં પ્રવેશ માત્ર નાણાકીય મજબૂતાઈ જ નહીં, પરંતુ ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં વિદેશી બજારના વધતા વિશ્વાસનો સંકેત પણ આપે છે.

(12:23 PM IST)