News of Friday, 24th October 2025
IPO ની સુનામી: નવેમ્બરના અંત સુધીમાં રૂ.૪૦,૦૦૦ કરોડથી વધુના ૧૦ ધમાકેદાર IPO બજારમાં આવશે
પાછળની હરોળમાં દિગ્ગજ કંપનીઓ: ICICI પ્રુડેન્શિયલ AMC, Groww (Billionbrains), Lenskart, અને Pine Labs બજારમાં લિસ્ટેડ થવા તૈયાર; જાણો કોણ કેટલા કરોડ એકત્ર કરશે.

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં રોકાણકારો માટે કમાણીની મોટી તક આવી રહી છે. એક અહેવાલ મુજબ, નવેમ્બરના અંત સુધીમાં લગભગ ૧૦ મોટી કંપનીઓ તેમના પ્રારંભિક જાહેર ઓફર (IPO) જારી કરવાની તૈયારીમાં છે, જે સંયુક્ત રીતે રૂ.૪૦,૦૦૦ કરોડથી વધુ એકત્ર કરશે.
આ આગામી IPO વેવમાં કેટલાક દિગ્ગજ નામોનો સમાવેશ થાય છે, જે આ વર્ષના સૌથી મોટા ઇશ્યૂ બની શકે છે:
કંપનીનું નામ અપેક્ષિત એકત્રીકરણ (રૂ. કરોડમાં) વિશેષતા/નોંધ
ICICI પ્રુડેન્શિયલ AMC રૂ.૯,૦૦૦ કરોડથી વધુ આ વેવનો સૌથી મોટો IPO બનશે.
Billionbrains Garage (Groww) રૂ.૬,૫૦૦ કરોડ પ્રખ્યાત બ્રોકરેજ એપ્લિકેશન Groww ની પેરેન્ટ કંપની.
Lenskart Solutions રૂ.૬,૦૦૦ કરોડ નવી ઇક્વિટી અને OFS દ્વારા ભંડોળ એકત્ર કરશે.
Pine Labs Ltd રૂ.૫,૫૦૦ કરોડ પેમેન્ટ ટેકનોલોજી સેક્ટરમાં મોટું નામ.
PhysicsWallah રૂ.૩,૮૦૦ કરોડ એજ્યુકેશન ટેકનોલોજી (EdTech) પ્લેટફોર્મ.
Tenneco Clean Air રૂ.૩,૦૦૦ કરોડ
Prestige Hospitality રૂ.૨,૫૦૦ કરોડ
Boat રૂ.૨,૦૦૦ કરોડ લોકપ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને ઓડિયો બ્રાન્ડ.
Park Medi World રૂ.૧,૨૦૦ કરોડ Park Hospitals નેટવર્કના ઓપરેટર.
Orkla India (MTR Foods) નો IPO સૌપ્રથમ:
આ લિસ્ટમાં Orkla India (MTR Foods) સૌપ્રથમ બજારમાં પ્રવેશ કરશે. તેનો IPO ૨૯ ઓક્ટોબરે ખુલશે અને ૩૧ ઓક્ટોબરે બંધ થશે. કંપની રૂ.૧,૬૬૮ કરોડની ઓફર ફોર સેલ (OFS) લાવશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ.૬૯૫-૭૩૦ પ્રતિ શેર નક્કી કરાઈ છે.
રિટેલ રોકાણકારો માટે તક:
Lenskart અને Groww ની પેરેન્ટ કંપની Billionbrains Garage Ventures ના IPO માં ૧૦% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવે તેવી અપેક્ષા છે.
જોકે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૮ કંપનીઓએ રૂ.૧.૨૪ લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે, પરંતુ લિસ્ટિંગ પરફોર્મન્સ મિશ્ર રહ્યો છે. છતાં, બજારના નિષ્ણાતો માને છે કે આ મોટા નામોના IPO રોકાણકારોને સારા વળતરની તક પૂરી પાડી શકે છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
