News of Friday, 24th October 2025
CTET પરીક્ષાની તારીખ જાહેર :દેશભરના 132 શહેરોમાં 20 ભાષામાં લેવાશે પરીક્ષા : જુઓ સંપૂર્ણ વીગત
CTET પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફીની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે, CBSE તરફથી કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)ની તારીખ જાહેર કરી દીધી છે. CTET પરીક્ષા 8 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. CTET દેશભરના 132 શહેરોમાં 20 ભાષાઓમાં આયોજીત થશે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે, પરીક્ષા સાથે જોડાયેલા જરુરી અને વિસ્તૃત સૂચના બુલેટિન CTETની સત્તાવાર વેબસાઈટ ctet.nic.in પર મળી રહેશે.
સીબીએસઈ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિસમાં કહેવાયું છે કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ 08 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષાનું 21મું સેશન (પેપર-1 અને પેપર-2) આયોજીત કરશે. આ પરીક્ષા દેશભરના 132 શહેરોમાં 20 ભાષામાં લેવાશે. પરીક્ષા કાર્યક્રમ, પાઠ્યક્રમ, ભાષા, પાત્રતા માપદંડ, પરીક્ષા ફી, પરીક્ષા શહેર અને મહત્ત્વની તારીખો જાણવા માટે સત્તાવાર વેબસાઈટ https://ctet.nic.in પર માહિતી મળી જશે

સત્તાવાર વેબસાઈટ ctet.nic.in
CTET પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફીની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે. જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે એક પેપરની ફી 1000 રુપિયા અને બંને માટે 1200 રુપિયા છે. એસસી, એસટી અને પીડબ્લ્યૂડી ઉમેદવારો માટે, આ એક પેપર માટે 500 રુપિયા અને બંને માટે 600 રુપિયા છે. CTET પરીક્ષા બે પેપરમાં વિજાભિત છે. પેપર 1 એ ઉમેદવારો માટે છે, જે ધોરણ I-V ભણાવવા માગે છએે. જ્યારે પેપર 2 એ ઉમેદવારો માટે છે, જે ધોરણ VI-VIIIમાં ભણાવવા માગે છે. પરીક્ષામાં 150 એમસીક્યૂ હોય છે અને કોઈ નેગેટિવ માર્કિંગ નથી હોતા.
ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ctet.nic.in જવાનું રહેશે
પેજ પર દેખાઈ રહેલી લિંક "apply for CTET 2026" પર ક્લિક કરો
રજિસ્ટ્રેશન પૂરુ કરો અને તમામ જરુરી જાણકારી ફિલ કરો
પરીક્ષા કેન્દ્ર, પેપર (I या II, અથવા બંને) અને પસંદગીની ભાષા સિલેક્ટ કરો,
અભ્યર્થી પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
