News of Saturday, 25th October 2025
જળ-યુદ્ધનો નવો મોરચો ખૂલ્યો: પાકિસ્તાન પર હવે પાણીનું સંકટ વધુ ઘેરું બન્યું, ભારત પછી હવે તાલિબાને આગલા લીધા: કૂનાર નદી પર ડેમ બાંધવાનો આદેશ આપ્યો
તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલવી હિબતુલ્લાહ અખુંદઝાદાએ ડેમનું બાંધકામ વીજળી ઝડપે શરૂ કરવા માટે આદેશ આપ્યો: પાકિસ્તાન માટે પંજાબના ઘઉં અને સિંધના ચોખા સહિત વીજળી ગ્રીડને ગંભીર જોખમમાં મૂકી દેશે

ઇસ્લામાબાદ: એક તરફ ભારત દ્વારા સિંધુ જળ સંધિ પરના વલણમાં પરિવર્તન આવ્યા બાદ પાકિસ્તાન જળસંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે પશ્ચિમી સરહદે અફઘાનિસ્તાનના તાલિબાન શાસને કૂનાર નદી પર ડેમ બાંધવાની યોજના જાહેર કરીને પાકિસ્તાનની મુશ્કેલીઓમાં મોટો વધારો કર્યો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલવી હિબતુલ્લાહ અખુંદઝાદાએ આ ડેમનું બાંધકામ 'જલદીમાં જલદી' શરૂ કરવા માટે આદેશ આપ્યો છે, જે પાકિસ્તાન માટે પંજાબના ઘઉં અને સિંધના ચોખા સહિત વીજળી ગ્રીડને પણ ગંભીર જોખમમાં મૂકી શકે છે.
પાણી પર સાર્વભૌમત્વની આક્રમક રણનીતિ:
તાલિબાનના આ નિર્ણયને અફઘાનિસ્તાન દ્વારા તેના જળ સંસાધનો પર સાર્વભૌમત્વ સ્થાપિત કરવાના એક આક્રમક પગલા તરીકે જોવામાં આવે છે. કૂનાર નદી કાબુલ નદીની મુખ્ય ઉપનદી છે, જે આગળ જઈને પાકિસ્તાનની જીવાદોરી સમાન સિંધુ નદીમાં ભળી જાય છે.
* તાત્કાલિક બાંધકામનો આદેશ: તાલિબાનના સર્વોચ્ચ નેતાએ જળ અને ઉર્જા મંત્રાલયને વિદેશી કંપનીઓની રાહ જોયા વિના, ફક્ત સ્થાનિક અફઘાન કંપનીઓ સાથે કરાર કરીને ડેમનું કામ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી છે.
* સાર્વભૌમ અધિકાર: અફઘાન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય તેમના દેશના "પાણીનું સંચાલન કરવાના અધિકાર" નો ભાગ છે.
* સમય: આ નિર્ણય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર થયેલા ખૂની સરહદી સંઘર્ષના માત્ર થોડા અઠવાડિયા પછી આવ્યો છે, જેના કારણે પ્રાદેશિક તણાવ વધુ ઘેરો બન્યો છે.
પાકિસ્તાન પર બે મોરચાનું દબાણ:
આ વિકાસને કારણે પાકિસ્તાન પર હવે પાણીનું સંકટ બે મોરચે ઉભું થયું છે:
* પૂર્વમાંથી ભારત: ભારતે આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનાવતા સિંધુ જળ સંધિને 'અટકાવી' દીધા બાદ પાકિસ્તાનના પૂર્વીય નદીઓના પાણીના પ્રવાહ પર અસર પડી છે. ભારતના આ પગલાને પ્રાદેશિક પ્રભાવ માટે નદીઓનો ઉપયોગ 'કાઉન્ટર-ટેરરિઝમ'ના લીવરેજ તરીકે લેવા તરીકે જોવામાં આવે છે.
* પશ્ચિમમાંથી અફઘાનિસ્તાન: તાલિબાન દ્વારા કૂનાર નદી પર ડેમ બનાવવાનો નિર્ણય પાકિસ્તાન માટે પશ્ચિમ તરફથી પણ પાણીનો પ્રવાહ ઘટાડશે.
પાકિસ્તાન માટે ગંભીર પરિણામો:
કૂનાર નદી પર ડેમ બનવાથી પાકિસ્તાનના નીચેના પ્રવાહના વિસ્તારોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ શકે છે:
* ખાદ્ય અને ઊર્જા સુરક્ષા જોખમ: આ પગલું પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતોમાં સિંચાઈ, પીવાના પાણી અને જળવિદ્યુત ઉત્પાદન પર સીધી અસર કરશે. પંજાબમાં થતા ઘઉં અને સિંધમાં થતા ચોખાના ઉત્પાદનને ભારે નુકસાન થવાની ભીતિ છે.
* કોઈ સંધિ નહીં: ભારત અને પાકિસ્તાન વચ્ચે 'સિંધુ જળ સંધિ' છે, પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક જળ-વહેંચણી કરાર નથી. આના કારણે પાકિસ્તાન પાસે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તાલિબાનના આ નિર્ણયને પડકારવા માટે કોઈ કાયદાકીય માળખું નથી.
પ્રાદેશિક વિશ્લેષકો માને છે કે દક્ષિણ એશિયામાં હવે રાઇફલ્સની જગ્યાએ નદીઓ યુધ્ધનું માધ્યમ બની રહી છે, રાજકીય અને પ્રાદેશિક પ્રભાવનું મુખ્ય માધ્યમ બની રહી છે. પાકિસ્તાન હવે પડોશી દેશોની જળ-રણનીતિ સામે અતિસંવેદનશીલ સ્થિતિમાં મૂકાઈ ગયું છે, જે તેની ખાદ્ય અને ઊર્જા સુરક્ષા માટે મોટો પડકાર છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
