News of Saturday, 25th October 2025
જપાનના હોક્કાઇડો ટાપુ પર ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ: જોરદાર આંચકાથી લોકો ભયભીત, કોઈ જાનહાનિ નથી

ટોક્યો: જપાનના ઉત્તરીય ટાપુ હોક્કાઇડો પર શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૭ નોંધવામાં આવી હતી.
ભૂકંપનું કેન્દ્ર હોક્કાઇડો ટાપુની નજીક હતું અને તેની ઊંડાઈ પ્રમાણમાં ઓછી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલો મળ્યા નથી.
તંત્ર દ્વારા સુનામીની કોઈ ચેતવણી પણ જાહેર કરવામાં આવી નથી. ભૂકંપના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
