News of Saturday, 25th October 2025
રિઝર્વ બેંકના કંપનીઓ અને બેંકોને રાહત આપતો ડ્રાફ્ટ રજુ કર્યો, લોનની મર્યાદા વધશે
આ ડ્રાફટ મુજબ બેંકો સંપાદન મૂલ્યના મહતમ ૭૦ ટકા સુધી ધિરાણ આપી શકશકેઃ સુચનો મંગાવાયાઃ એપ્રિલ ર૦ર૬ થી લાગુ કરવા પ્રસ્તાવ

મુંબઈ : ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મહત્વનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય કંપનીઓને આઈપીઓ અને એફપીઓ દ્વારા સંપાદન માટે ભંડોળ પૂરું પાડવા અને શેર ખરીદવા માટે વ્યક્તિઓને આપી શકાય તેવી લોનની રકમ વધારવાની મંજૂરી આપવા માટે ડ્રાફ્ટ ધોરણો જાહેર કર્યા છે. તેમજ આ નિયમોને 1 એપ્રિલ 2026થી લાગુ કરવા અંગેનો પ્રસ્તાવ મુક્યો છે. જેના લીધે બેંકો કંપનીઓને વધુ લોન આપી શકશે.
ભારતીય રિઝર્વ બેંક માર્ગદર્શિકા, 2025 ના ડ્રાફ્ટમાં આવી લોનને નિયંત્રિત કરતા નિયમોને તર્કસંગત અને એકીકૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં 21 નવેમ્બર 2025 સુધીમાં સૂચનો મંગાવામાં આવ્યા છે. જયારે ભારતીય બેંકોની લાંબા સમયથી બેકો આ માંગ કરી રહી છે. તેમજ તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન સી.એસ. સેટ્ટીએ પણ વૈશ્વિક ધિરાણકર્તાઓની જેમ બેંકોને મર્જર અને એક્વિઝિશન માટે ભંડોળ પૂરું પાડવાની મંજૂરી આપવાની માંગ કરી હતી.
આ ડ્રાફ્ટ મુજબ બેંકો સંપાદન મૂલ્યના મહત્તમ 70 ટકા સુધી ધિરાણ આપી શકશે. ડ્રાફ્ટ મુજબ બેંક સંપાદન મૂલ્યના મહત્તમ 70 ટકા સુધી ધિરાણ કરી શકશે. સંપાદન મૂલ્યના ઓછામાં ઓછા 30 ટકા હસ્તગત કરનાર કંપની દ્વારા તેના પોતાના ભંડોળનો ઉપયોગ કરીને ઇક્વિટી તરીકે ભંડોળ પૂરું પાડવું આવશ્યક છે.
ડ્રાફ્ટમાં વધુમાં જણાવાયું છે કે બેંકો ચોક્કસ શરતોને આધીન આઈપીઓ, એફપીઓ અથવા કર્મચારી સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP)હેઠળ શેર ખરીદવા માટે વ્યક્તિઓને પ્રતિ વ્યક્તિ રૂપિયા 25 લાખ રૂપિયા સુધીની લોન આપી શકશે. વર્તમાન મર્યાદા 10 લાખ રૂપિયાની છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
