News of Saturday, 25th October 2025
તહેવારો પૂરા થતાં જ ચાંદીમાં તીવ્ર કડાકો: પ્રતિ કિલો રૂ.૪૩,૦૦૦ નો massive ઘટાડો
દિલ્હીમાં ભાવ રૂ.૧,૫૫,૦૦૦ પર સ્થિર; ચેન્નઈ અને હૈદરાબાદમાં રૂ.૧,૭૦,૦૦૦ સાથે દેશના અન્ય મહાનગરો કરતાં રૂ.૧૫,૦૦૦ નો મોટો તફાવત

નવી દિલ્હી: દિવાળી સહિતના તહેવારોની સિઝન પૂરી થતાં જ સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો અને તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ૨૫ ઓક્ટોબર, શનિવારના રોજ ચાંદીના ભાવમાં ભારે સુધારો થતાં ગ્રાહકોને મોટી રાહત મળી છે.
તહેવારોની સિઝન પહેલાં ચેન્નઈમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.૨,૦૬,૦૦૦ ના આસમાની સ્તરે પહોંચી ગયો હતો. જોકે, છેલ્લા ૧૦ દિવસમાં જ ચાંદીના ભાવમાં ૫% થી વધુનો ઘટાડો થયો છે અને છેલ્લા એક અઠવાડિયામાં તો આશરે રૂ.૪૩,૦૦૦ નો મોટો ઘટાડો નોંધાયો છે.
આજના મુખ્ય શહેરોમાં ચાંદીનો ભાવ (પ્રતિ કિલોગ્રામ):
શહેર : ચાંદીનો ભાવ (રૂ./કિલો) :
દિલ્હી, મુંબઈ, અમદાવાદ, રાજકોટ : ૧,૫૫,૦૦૦ :
ચેન્નઈ : ૧,૭૦,૦૦૦ :
હૈદરાબાદ : ૧,૭૦,૦૦૦ :
કોલકાતા, ગુરુગ્રામ, લખનૌ, પટણા, જયપુર : ૧,૫૫,૦૦૦ :
ચેન્નઈ અને દિલ્હી વચ્ચે રૂ.૧૫,૦૦૦ નો તફાવત!
નોંધનીય છે કે, ચેન્નઈ અને હૈદરાબાદમાં ચાંદીનો ભાવ રૂ.૧,૭૦,૦૦૦ પ્રતિ કિલો નોંધાયો છે, જે દિલ્હી, અમદાવાદ અને મુંબઈ જેવા મુખ્ય મહાનગરો (રૂ.૧,૫૫,૦૦૦) કરતાં લગભગ રૂ.૧૫,૦૦૦ વધુ છે.
ચાંદીનો વપરાશ હવે માત્ર ઘરેણાં પૂરતો સીમિત નથી. નિષ્ણાતોના મતે, કુલ ચાંદીના વપરાશનો ૬૦-૭૦ ટકા હિસ્સો હવે ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ ફોન, કમ્પ્યુટર ચિપ્સ અને સોલાર પેનલ જેવા ઉદ્યોગોમાં થાય છે. આ આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક માંગ જ ચાંદીના ભાવમાં સતત વધઘટ માટે મુખ્ય પરિબળ બની રહી છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
