<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ડી-માર્ટના રાધાકિશન દામાણીએ લેન્‍સકાર્ટના પ્રિ-આઇપીઓ ફંડીંગમાં કર્યુ ૯૦ કરોડન઼ુ રોકાણ

આઇપીઓ થકી લેન્‍સકાર્ટની ર૧પ૦ કરોડ એકત્ર કરાવની યોજનાઃ આવતા અઠવાડીયયે પ્‍લીબ સબસ્‍ક્રિશન ખુલે તેગવી શકયતા

 

 મુંબઇઃ ડી માર્ટ  ના સ્થાપક રાધાકિશન દામાનીએ પ્રી-આઈપીઓ ફંડિંગ રાઉન્ડમાં ચશ્માના રિટેલર લેન્સકાર્ટ સોલ્યુશન્સ માં લગભગ 90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

ડી માર્ટના ના ફાઉન્ડર અને દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીએ Pre-IPO ફંડિંગ રાઉન્ડમાં આઈવિયર રિટેલર લેન્સકાર્ટ Solutionsમાં લગભગ 90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રોકાણ લેન્સકાર્ટ સોલ્‍યુશન ના પહેલાં IPOથી પહેલાં કરવામાં આવેલ ફંડિંગ રાઉન્ડનો એક ભાગ છે. લેન્સકાર્ટનો આઇપીઓ આગામી સપ્તાહે પબ્લિક સબસ્ક્રિપ્શન માટે ખુલવાની શક્યતાઓ છે. કંપની 2150 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેમાં ફ્રેશ ઇક્વિટી શેર ઇશ્યુ કરવામાં આવશે અને પ્રમોટર્સ અને રોકાણકારો 13.22 કરોડ ઇક્વિટી શેર્સ વેચશે.

પ્રમોટર્સમાં પિયુષ બંસલ, નેહા બંસલ, અમિત ચૌધરી અને સુમિત કાપાહી સામેલ છે. રોકાણકારોમાં VF II Lightbulb, Schroders Capital, PI Opportunities Fund-II, Macritchie Investments, Kedaara Capital Fund II LLP અને Alpha Wave Ventures LP સામેલ છે. 

IPO દ્વારા એકત્ર કરવામાં આવેલા ફંડનો ઉપયોગ નવી કંપની ઓપરેટેડ કંપની ઓન્ડ (CoCo) સ્ટોર્સ ખોલવા, લીઝ, ભાડા અને લાઇસન્સ ફીની ચૂકવણી, ટેક્નોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, બ્રાન્ડ માર્કેટિંગ અને પ્રચાર, સંભવિત inorganic acquisitions અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. 

ભારતની સૌથી મોટી ઓમની ચેનલ આઈવિયર રિટેલર્સમાંથી એક લેન્સકાર્ટ પોતાના ઓનલાઇન પ્લેટફોર્મ અને મોટા રિટેલ નેટવર્કના માધ્યમથી સસ્તા અને ફેશનેબલ પ્રિસ્ક્રિપ્શન ચશ્મા, સનગ્લાસિસ અને કોન્ટેક્ટ લેન્સની એક વાઈડ રેન્જ રજૂ કરે છે. 2008માં સ્થાપિત લેન્સકાર્ટએ 2010માં ઓનલાઇન આઈવિયર પ્લેટફોર્મ તરીકે શરૂઆત કરી હતી અને 2013માં નવી દિલ્હીમાં પહેલો ફિઝિકલ સ્ટોર શરૂ કર્યો હતો.

લેન્સકાર્ટે નાણાંકીય વર્ષ 2024-25માં 297.3 કરોડ રૂપિયાનો પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીને ગત વર્ષે 10.1 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ કંપનીએ તેના માર્જિન પર કામ કર્યું, જેના કારણે નફો થયો હતો. લેન્સકાર્ટની ઓપરેટિંગ રેવન્યુ 22.5 ટકા વધીને 6652.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

લેન્સકાર્ટનું નેટવર્ક ભારતના મેટ્રો, ટીયર 1, ટીયર 2 શહેરોની સાથે સાથે સાઉથ ઇસ્ટ એશિયા અને મિડલ ઇસ્ટના બજારોમાં પણ ફેલાયેલું છે. ત્યારે રાધાકિશન દામાણીનું લેન્સકાર્ટમાં રોકાણ કરવાનું પગલું કંપની પર રોકાણકારોની વિશ્વસનીયતા વધારવાની સાથે સાથે રોકાણકારોમાં કંપનીના IPO અંગે ઉત્સાહ પણ વધારશે.

(3:40 PM IST)