<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

મનોરંજન જગત માટે ઓક્ટોબર મહિનો 'કાળમુખો' સાબિત થયો! સતીશ શાહ, અસરાની સહિત ૭ સ્ટાર્સનું નિધન, ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ

એક જ મહિનામાં પંજાબી સિંગર રાજવીર જવંદા, એડ ગુરુ પીયૂષ પાંડે અને અભિનેતા પંકજ ધીર સહિત અનેક દિગ્ગજોએ દુનિયાને કરી અલવિદા

મુંબઈ : વર્ષ ૨૦૨૫નો ઓક્ટોબર મહિનો ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે અત્યંત દુઃખદ સાબિત થયો છે. આ એક જ મહિનામાં અભિનેતાઓ, ગાયકો અને જાહેરાત જગતના દિગ્ગજો સહિત ૭ જેટલા સેલેબ્સનું નિધન થયું છે, જેનાથી કલા જગતમાં શોકની લહેર ફરી વળી છે.

આ મહિનામાં જે સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું, તેમની યાદી અને માહિતી નીચે મુજબ છે:
 
ઓક્ટોબર ૨૦૨૫ માં નિધન પામેલા કલાકારો

ક્રમ    સેલેબ્સનું નામ    નિધન તારીખ        ઉંમર      કારણ

૧.    સતીશ શાહ          ૨૫ ઓક્ટોબર         ૭૪     કિડની ફેલ્યોર

૨.    અસરાની              ૨૦ ઓક્ટોબર         -       દિવાળીના દિવસે નિધન થયું

૩.    ઋષભ ટંડન           ૨૨ ઓક્ટોબર        -       હાર્ટ એટેક

૪.    પીયૂષ પાંડે           ૨૪ ઓક્ટોબર         -       જાહેરાત જગતના દિગ્ગજ (એડ ગુરુ)

૫.    પંકજ ધીર             ૧૫ ઓક્ટોબર        -        કેન્સર

૬.    વરિન્દર સિંહ         ૦૯ ઓક્ટોબર        -        અભિનેતા અને બોડીબિલ્ડર

૭.    રાજવીર જવંદા     ૦૮ ઓક્ટોબર        ૩૫      રોડ એક્સિડન્ટ

આ તમામ નિધન એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે એક મોટો આંચકો છે. ખાસ કરીને 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ફેમ સતીશ શાહ અને વરિષ્ઠ અભિનેતા અસરાની જેવા દિગ્ગજોને ગુમાવવાથી ભારતીય સિનેમા અને ટેલિવિઝનને મોટી ખોટ પડી છે. પંજાબી સિંગર રાજવીર જવંદાનું માત્ર ૩૫ વર્ષની નાની ઉંમરે રોડ એક્સિડન્ટમાં નિધન થવું પણ ચાહકો માટે અત્યંત દુઃખદ ઘટના હતી.

 

(10:19 PM IST)