News of Sunday, 26th October 2025
ટ્રમ્પનો કેનેડા પર ટેરિફ બોજ વધ્યો: ૧૦ % ન વધારા સાથે કુલ આયાત શુલ્ક ૪૫ ટકા થતાં વેપારી સંબંધોમાં ખટાશ

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર વધારાની ૧૦ ટકા જકાત લાદી છે, જેનાથી કુલ જકાત ૪૫ ટકા પર પહોંચી ગઈ છે. ઓન્ટારિયો પ્રાંતની એક જાહેરાતના જવાબમાં લેવાયેલા આ પગલાથી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધની આશંકા વધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી ચીજવસ્તુઓ પર વધુ દસ ટકા (૧૦%) આયાત શુલ્ક લાદવાનો કડક નિર્ણય જાહેર કર્યો છે. આ નવા વધારા સાથે, કેનેડાથી નિકાસ થતી ચીજો પરનો કુલ જકાતી બોજ વધીને પિસ્તાલીસ ટકા (૪૫%) જેટલો ઊંચો થઈ ગયો છે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રમ્પ પ્રશાસને આ પગલું કેનેડિયન પ્રાંત ઓન્ટારિયો દ્વારા પ્રકાશિત એક જાહેરાતના પ્રતિભાવ રૂપે લીધું છે. આ નિર્ણયને કારણે અમેરિકા અને કેનેડાના વેપારી સંબંધોમાં ગંભીર તણાવ પેદા થયો છે.
ટ્રમ્પે ભૂતકાળમાં પણ કેનેડા સહિત અન્ય દેશો પર આ પ્રકારનું આયાત શુલ્ક લાદ્યું છે. તેમનું વલણ સ્પષ્ટ છે કે જો કેનેડા આ જકાતના જવાબમાં પોતાના ઉત્પાદનો પર શુલ્ક વધારશે, તો અમેરિકા પણ તેટલો જ પ્રતિભાવ આપતા વધુ જકાત લાદશે. આર્થિક નિષ્ણાતો આ નિર્ણયને અમેરિકાની 'કૃષિ સુરક્ષા' સાથે પણ જોડીને જોઈ રહ્યા છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
