<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

'મોતના માંઝે' જેવું ચક્રવાત 'મેલિસા' જમૈકા તરફ: ધીમી ગતિએ વિકરાળ હરિકેન બનવાની NHCની ચેતવણી, કેરેબિયનમાં હાહાકાર

વિનાશક પૂર અને ૧૩૦ કિમી/કલાકની ઝડપનો ખતરો: જમૈકામાં તમામ એરપોર્ટ બંધ; PM એન્ડ્રુ હોલ્નેસની જનતાને વિનંતી- 'તૈયાર રહો, સમય ઓછો છે!'

કિંગ્સ્ટન: કેરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત 'મેલિસા' હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ તેની ધીમી ગતિ જ તેને વધુ ખતરનાક બનાવી રહી છે. નેશનલ હરિકેન સેન્ટર (NHC) એ ચેતવણી આપી છે કે આ વાવાઝોડું ગમે ત્યારે વિકરાળ હરિકેન માં પરિવર્તિત થઈ શકે છે, જેને કારણે જમૈકા સહિત સમગ્ર કેરેબિયન ક્ષેત્રમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચક્રવાત મેલિસા આજે (૨૬-૨૭ ઓક્ટોબર) સુધીમાં જમૈકાની નજીકથી પસાર થવાની સંભાવના છે, જેના કારણે:
 તમામ એરપોર્ટ બંધ: તકેદારીના ભાગરૂપે જમૈકામાં સ્થાનિક સમય મુજબ રાત્રે ૯ વાગ્યા સુધી તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.
 PM ની આક્રમક ચેતવણી: જમૈકાના વડા પ્રધાન એન્ડ્રુ હોલ્નેસ એ જનતાને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, "આ ઝડપથી તીવ્ર બનતું વાવાઝોડું ગંભીર પૂર, ભૂસ્ખલન અને દરિયામાં મોટા મોજા લાવી શકે છે. હું બધા નાગરિકોને વિનંતી કરું છું, હવે તૈયારીનો સમય છે!"
ચક્રવાત મેલિસા ૩૦ ઓક્ટોબર સુધી સક્રિય રહેશે અને જમૈકા પછી અન્ય દેશોમાં તબાહી મચાવશે.
 ક્યુબા અને બહામાસ (૨૮-૨૯ ઓક્ટોબર): આ વિસ્તારોમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ પૂરની આશંકા છે.
 બર્મુડા: મેલિસા બર્મુડા તરફ આગળ વધશે, જ્યાં પવનની ગતિ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
 ડોમિનિકન રિપબ્લિક, હૈતી અને યુએસ (ફ્લોરિડા): આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ, મુશળધાર વરસાદ અને મોટા પાયે ભૂસ્ખલનની ઘટનાઓ બનવાની સંભાવના છે.
મેલિસાનો ભય અને તેની ધીમી ગતિ કેરેબિયન દેશોની સરકારો માટે સૌથી મોટી ચિંતાનો વિષય બન્યા છે.

(11:08 AM IST)