<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

નાગપુરમાં શરમજનક ઘટના: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં જ બે સિનિયર મહિલા અધિકારીઓ સ્ટેજ પર બાખડ્યા

'કોણી મારી, ચૂંટલી ભરી લીધી': PMG ના પદને લઈને વિવાદ, ટ્રાન્સફર અને કોર્ટ સ્ટે બાદ બન્ને અધિકારીઓ જાહેરમાં લડી પડ્યા; વીડિયો વાયરલ.

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન શરમજનક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ની હાજરીમાં આયોજિત 'નોકરી મેળા' ના સ્ટેજ પર જ પોસ્ટ વિભાગની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ જાહેર રીતે ઝઘડી પડી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બંને અધિકારીઓ વચ્ચે બોલાચાલી બાદ હુંસાતુંસી થઈ હતી. એક અધિકારીએ બીજાના હાથને જોરથી ધક્કો માર્યો, જેના કારણે સોફા પર રાખેલું પાણી પણ છલકાઈ ગયું.
 નારંગી સાડીમાં શોભા માધલે (ટ્રાન્સફર થયેલા PMG) પર આરોપ છે કે તેમણે ગ્રે સાડીમાં સુચિતા જોશી (નાગપુરનો ચાર્જ સંભાળતા PMG) નો હાથ દબાવ્યો અને કોણી મારી.
આ સમગ્ર વિવાદ પોસ્ટમાસ્ટર જનરલ (PMG) ના પદ અને ચાર્જને લઈને ચાલી રહ્યો છે:
1.  શોભા માધલેને ૮ સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ધરવાડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
2.  ત્યારબાદ, નાગપુરનો ચાર્જ નવી મુંબઈના PMG સુચિતા જોશીને સોંપવામાં આવ્યો હતો.
3.  જોકે, માધલેએ તેમના ટ્રાન્સફર ઓર્ડરને સક્ષમ કોર્ટમાં પડકાર્યો હતો અને સ્ટે મેળવ્યો હતો.
કોર્ટ સ્ટે મળ્યા બાદ પદ પરનો વિવાદ વધ્યો અને આ વિવાદ કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જાહેરમાં ખુલીને સામે આવ્યો. કેન્દ્રીય મંત્રી ગડકરીની સામે થયેલા આ અભદ્ર વર્તન બાદ બંને મહિલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની પ્રબળ શક્યતા છે.

(1:23 PM IST)