News of Sunday, 26th October 2025
મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી: બળાત્કારના આરોપી PSI ગોપાલ બડનેની આખરે ધરપકડ
સુસાઇડ નોટમાં ગંભીર આરોપ: PSI બડનેએ અનેક વખત બળાત્કાર કર્યો, બીજો આરોપી સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બાંકર પણ માનસિક ત્રાસ આપતો હતો.

સતારા: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક મહિલા સરકારી ડોક્ટરના આત્મહત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગંભીર આરોપો બાદ ફરાર થઈ ગયેલા આરોપી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ગોપાલ બડને ની ધરપકડ કરવામાં આવી છે. બડનેએ ફલટન ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
મૃતક ૨૮ વર્ષીય મહિલા ડોક્ટર, જે બીડ જિલ્લાની રહેવાસી હતી અને સતારાની સરકારી હોસ્પિટલમાં કામ કરતી હતી, ગુરુવારે રાત્રે ફલટન શહેરની એક હોટલના રૂમમાં ફાંસી પર લટકતી મળી આવી હતી.
તેના હાથની હથેળીમાં લખેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે PSI ગોપાલ બડનેએ તેના પર અનેક વખત બળાત્કાર કર્યો હતો.
આ ઉપરાંત, બીજા આરોપી સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બાંકર (જે મહિલા ડોક્ટરના ઘરના માલિકનો પુત્ર છે) તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ સામે બલતાકર અને આત્મહત્યા માટે ઉશ્કેરણી નો કેસ નોંધ્યો છે. પોલીસે વહેલી સવારે જ સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બાંકરની ધરપકડ કરી હતી, જ્યારે PSI બડને ફરાર હતો. તપાસમાં નામ સામે આવ્યા બાદ બડનેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.
ડોક્ટરના સંબંધીઓએ આરોપીઓને મૃત્યુદંડની માંગણી કરી છે અને આરોપ લગાવ્યો છે કે ડોક્ટરે હેરાનગતિની ફરિયાદ ઘણી વખત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
