<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

ફિરોઝાબાદમાં 'લાલ નિશાનીઓ'નો ગભરાટ: સર્વિસ રોડના બ્યુટીફિકેશનના નામે અતિક્રમણ પર તૂટશે તવાઇ, દુકાનદારોના હૃદયના ધબકારા વધ્યા

સેન્ટ્રલ બેંકથી વિનસ ઓટો સેન્ટર સુધી કામગીરી શરૂ: ગટર અને રોડ પર બનેલી ૧૨થી વધુ દુકાનો પર 'માર્કિંગ', રૂ.૨૫ લાખના ખર્ચે રોડનું અપગ્રેડેશન.

ફિરોઝાબાદ: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી એક કાર્યવાહીથી સર્વિસ રોડની બંને બાજુના દુકાનદારોમાં ગભરાટ ફેલાયો છે. શહેરના સર્વિસ રોડ પર બ્યુટીફિકેશન અને પહોળાઈનું કામ શરૂ થયું છે, જેના પ્રથમ તબક્કામાં બાંધકામ એજન્સીએ અતિક્રમણ કરતી દુકાનોને લાલ નિશાનીઓ વડે ચિહ્નિત કરવાનું શરૂ કર્યું છે.
આ લાલ નિશાનીઓ એ દુકાનો પર કરવામાં આવી છે જે સીમાઓનું ઉલ્લંઘન કરીને રસ્તા પર કે ગટર ઉપર આવેલી છે. આગ્રાની જય બિલ્ડર્સ એવી ડેવલપમેન્ટ કંપનીએ શુક્રવારે સેન્ટ્રલ બેંકથી વિનસ ઓટો સેન્ટર સુધીના સર્વિસ રોડ પર એક ડઝનથી વધુ દુકાનોને ચિહ્નિત કરી છે. આ માર્કિંગનું કામ શરૂ થતાં જ વેપારીઓમાં પોતાની દુકાનો તોડી પાડવાના ડરથી ચર્ચાનો માહોલ સર્જાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રેમપાલ સિંહે જણાવ્યું હતું કે સરકારના આદેશ પર સર્વિસ રોડના સંકલિત વિકાસ અને અપગ્રેડેશનનું કામ શરૂ થયું છે. આ યોજનામાં આશરે રૂ.૨૫ લાખ નો ખર્ચ કરવામાં આવશે અને તેમાં નીચેના મુખ્ય કામોમાં  રસ્તો પહોળો કરવો અને રસ્તાને ઊંચો કરવો.  અતિક્રમણ દૂર કરવું.  ભૂગર્ભ ઇલેક્ટ્રિકલ કેબલ નાખવા.  પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ.  ઓવરબ્રિજ નીચે બ્યુટીફિકેશન. વિગરેનો સમાવે થાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ બિનજરૂરી તોડી પાડવામાં આવશે નહીં, પરંતુ માત્ર ગેરકાયદેસર રીતે રસ્તા પર કે ગટર ઉપર બનેલી દુકાનોને જ દૂર કરવામાં આવશે.

(2:31 PM IST)