<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

પીજી હોમ અને હોસ્ટેલો કે સેક્સના અડ્ડા ? ગટરની સાફ-સફાઈ કરતી વખતે હજારો વપરાયેલા કોન્ડોમ મળતા સનસનાટી

જામ થઈ જતાં ગટરની સફાઈ કરતી વેળાએ હજારો કોન્ડમ મળતા સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી ગયું :સ્થાનિકોએ તેને કોન્ડોમ નાળા સ્કેન્ડલ ગણાવીને હેલ્થ માટે ગંભીર ખતરો ગણાવ્યો

નવી દિલ્હી : પીજી હોમ અને હોસ્ટેલો હવે સેક્સના અડ્ડા બનતાં જાય છે તેનો એક મોટો પુરાવો દિવાળીના તહેવારોમાં સામે આવ્યો છે. પીજીમાં રહેતા છોકરા-છોકરીઓ જોરદાર રીતે શારીરિક સંબંધોની મજા માણી રહ્યાં છે. દિલ્હીના લક્ષ્મી નગર એરિયામાં આવેલા એક પીજી હોસ્ટેલનની ગટરની સાફ-સફાઈ કરતી વખતે હજારો વપરાયેલા કોન્ડોમ મળી આવતાં સનસનાટી મચી હતી. સ્થાનિકોએ તેને કોન્ડોમ નાળા સ્કેન્ડલ ગણાવીને હેલ્થ માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. 

   હકીકતમાં જામ થઈ જતાં ગટરની સફાઈની નોબત આવી હતી અને સાફ-સફાઈ વખતે હજારો વપરાયેલા કોન્ડોમ મળી આવતાં સફાઈવાળાને ભારે હેરાની થઈ હતી. તાત્કાલિક આ અંગે મેનેજમેન્ટનું ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ મેનેજમેન્ટ પણ આંખ આડા હાથ કરી લીધાં હતા.

   આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોન્ડોમનો આખો ઢગલો જોઈ શકાય છે. આ ઘટનાએ સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકાવી દીધું છે. રિપોર્ટ અનુસાર, હવે મેનેજમેન્ટ કડક કાર્યવાહીના મૂડમાં છે.

(5:41 PM IST)