<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

સમાચારો ઉડતી નજરે

 

* ટ્રમ્પનું નવું ફરમાન: યુએસમાં પ્રવેશ અને બહાર નીકળવાની પ્રણાલીમાં મોટો ફેરફાર: ૨૬ ડિસેમ્બરથી યુ.એસ નાગરિકો ન હોય તેના માટે બાયોમેટ્રિક સ્કેન ફરજિયાત બનાવાયેલ છે 

* તુર્કીના ઇસ્તંબુલ સહિતના શહેરોમાં ૬.૧ રિક્ટર સ્કેલનો જબ્બર ભૂકંપ, સંખ્યાબંધ આફ્ટર શોક આવ્યા

*ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું ત્રીજી વખત અમેરિકાનું સુકાન સંભાળવા માગું છું, જોકે અમેરિકાનું બંધારણ તેની છૂટ આપતું નથી, પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમણે જેડી વેન્સ અને માર્કો રૂબીયોનું નામ આપ્યું છે 

* આજે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩૯ તાલુકામાં એક થી નવ ઇંચ વરસાદ ખાબકયો: રાજુલામાં સૌથી વધુ નવ ઇંચ

(9:25 AM IST)