ઘરગથ્થુ ઉપકરણો કરતાં લેપટોપ, મોબાઇલનું વેચાણ વધુ થયું
જીએસટીમાં કોઈ ઘટાડો નહીં છતાં તહેવારોમાં લેપટોપ, મોબાઇલનું ધુમ વેંચાણ ૧૫,૦૦૦ રૂપિયાથી ૧ લાખ રૂપિયા સુધીના મોબાઇલ નોંધપાત્ર રીતે વેચાયા

તાજેતરમાં રજૂ કરાયેલ ઞ્લ્વ્ ૨.૦ માં મોબાઇલ અને લેપટોપ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નો લાભ ન હોવા છતાં, આ નવરાત્રિથી દિવાળીની સીઝન દરમિયાન તેમના વેચાણમાં ઇલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સિસ કરતાં વધુ વધારો થયો છે.
શહેરના વેપારીઓ જણાવે છે કે ગયા વર્ષના તહેવારોના સમયગાળાની તુલનામાં ગેજેટના વેચાણમાં ૩૫-૪૦% નો વધારો થયો છે. દરમિયાન, ઇલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સિસમાં લગભગ ૨૫% નો સામાન્ય વધારો જોવા મળ્યો છે.
૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી શરૂ થયેલી નવી GST વ્યવસ્થાએ ટીવી, AC અને ડીશવોશર પર GST દર ૨૮% થી ઘટાડીને ૧૮% GST દરે કેટલાક ઇલેક્ટ્રોનિક્સ વધુ સસ્તા બનાવ્યા છે. જોકે, ગેજેટ્સ કોઈ ઘટાડા વિના ૧૮% GST દર પર રહ્યા.
ગયા વર્ષની તુલનામાં, આ નવરાત્રિથી દિવાળી સુધી ઇલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સિસનું વેચાણ લગભગ ૨૫% વધુ રહ્યું છે, રમેશ કોર્પોરેશનના CEO ઘનશ્યામ ગજ્જરે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું, ‘‘૫૫ ઇંચથી ૭૫ ઇંચના LED ટીવીએ સૌથી વધુ હકારાત્મક અસર જોઈ, ત્યારબાદ વોશિગ મશીનોનો ક્રમ આવ્યો. આ તહેવાર દરમિયાન વેચાયેલા કુલ LED ટીવીમાંથી લગભગ ૬૦% ૫૫-ઇંચના મોડેલના હતા.''
ગુજરાતના રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ઉપકરણ શૃંખલાના વડાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સિસના વેચાણમાં ૨૦-૩૦%નો ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ ગયા વર્ષ કરતાં મોબાઇલ અને લેપટોપનું વેચાણ ૩૫-૪૦% વધુ થયું છે.
‘‘આ કંપનીઓ દ્વારા રજૂ કરાયેલી ઓફરો અને EMI પર સરળ ફાઇનાન્સ ગેજેટ્સની ઉપલબ્ધતાને કારણે છે,'' તેમણે કહ્યું. ‘‘મહત્તમ ગ્રાહકો ૨૦ અને ૩૦ વર્ષની વયના યુવાનો હતા, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ માટે વય જૂથ મોટે ભાગે ૩૫ થી ૪૫ વર્ષની વચ્ચે હતું.''
રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીએ આ વલણને સમર્થન આપ્યુ ‘‘આ વર્ષે અમે પણ ગયા વર્ષ કરતાં ગેજેટ્સનું વેચાણ વધુ જોયું, જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ પણ વધારે હતું પરંતુ ગેજેટ્સ કરતાં ઓછું હતું. ૧૫,૦૦૦ રૂપિયાથી ૧ લાખ રૂપિયા સુધીના મોબાઇલ નોંધપાત્ર રીતે વેચાયા.''
ઇલેક્ટ્રોનિક્સના મોરચે, તેમણે ઉમેર્યું કે ૪૩ થી ૫૫ ઇંચના LED ટીવી સૌથી વધુ વેચાતા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
