News of Tuesday, 28th October 2025
એસઆઇઆરમાં જોડાયેલા અધિકારીઓનું ટ્રાંસફર નહીં કરી શકશે રાજ્ય સરકાર
ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણઃ મતદાર યાદીનું પુનરીક્ષણનું કામ સંપૂર્ણપણે ચૂંટણી પંચના કંટ્રોલમાં રહેશે

નવી દિલ્હી તથા.૨૮: ચૂંટણી પંચે સોમવારે, ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ને લઈ SIR (સ્પેશિયલ ઇન્ટિગ્રેટેડ રિવિઝન)ના બીજા તબક્કાની ઘોષણા સાથે એક મહત્ત્વનું સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. ચૂંટણી પંચ અનુસાર, આ પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓના ટ્રાન્સફર રાજ્ય સરકાર કરી શકશે નહીં. મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મતદાર યાદીનું પુનરીક્ષણનું કામ સંપૂર્ણપણે ચૂંટણી પંચના કંટ્રોલમાં રહેશે
એટલા માટે જે પણ અધિકારી અથવા કર્મચારી આ પ્રક્રિયામાં તૈનાત છે, તે આયોગના ડેપ્યુટેશન પર માનવામાં આવશે અને કોઈ પણ પ્રકારના સ્થળાંતરણ અથવા અનુશાસનાત્મક કાર્યવાહી માટે રાજ્ય સરકારને આયોગની મંજૂરી લેવી પડશે. આ નિવેદનને પヘમિ બંગાળ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં આપ્યું છે, જ્યાં રાજ્ય સરકારે હાલમાં જ અમુક અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ જાહેર કર્યા હતા. આયોગે સ્પષ્ટ કરી દીધું છે કે આવું પગલું જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ 13CCનું ઉલ્લંઘન માનવામાં આવશે.
આ ધારા અંતર્ગત મતદાર યાદીની તૈયારી, પુનરીક્ષણ અથવા ચૂંટણી સંચાલન સાથે જોડાયેલા તમામ અધિકારી અને કર્મચારી આયોગને અધીન ડેપ્યુટેશન પર હોય છે. એટલે કે જ્યાં સુધી ચૂંટણી સંબંધિત કામ રહેશે, તેઓ આયોગના કંટ્રોલમાં રહેશે. પર્યવેક્ષણ અને અનુશાસનાત્મક અધિકારના અધીન રહે છે.
ભારતની સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક નિર્ણયમાં આ સ્થાપિત કર્યું છે કે ચૂંટણી સમય દરમ્યાન ચૂંટણી પંચને એ અધિકાર છે કે તે કોઈ પણ અધિકારી પછી તે રાજ્ય સરકારના કેમ ન હોય, ચૂંટણી કર્તવ્યોમાં લાપરવાહી માટે સસ્પેન્ડ કરી શકે છે. સાથે જ આ ગાળામાં રાજ્ય સરકાર આયોગની મંજૂરી વિના કોઈ પણ અધિકારીનું ટ્રાંસફર અથવા કાર્યવાહી કરી શકશે નહીં.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
