ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
કારતકમાં અષાઢી આફતઃ સુત્રાપાડા-૭ વેરાવળ-પ, મહુવામાં વધુ ૪ ઇંચ
કમોસમી વરસાદે આફત સર્જતા ખેડૂતોના હાલ બેહાલ આજે સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ સાથે મેઘમહેર યથાવત

રાજકોટ તા.૨૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં કારતક મહિનામાં અષાઢી આફત આવતા ખેડુતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો છે.
ગઇકાલ સાંજથી આજે મંગળવાર સવાર સુધીમાં સુત્રાપાડામાં ૭ ઇંચ, વેરાવળમાં પ અને મહુવામાં વધુ ૪ ઇંચ વરસાદ વરસતા બે દિવસમાં ૧૫ ઇંચ વરસાદ વરસ્યો છે.
કમોસમી વરસાદે આફત સર્જતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. આજે સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ સાથે મેઘમહેર યથાવત છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે. માવઠા એ સમગ્ર જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી કરી છે. જિલ્લાના કેટલા ગામો તો એવા છે કે જ્યાં ચોમાસામાં વરસાદ પડ્યો નથી તેઓ વરસાદ હાલમાં પડી રહ્યો છે. જિલ્લાના મહુવામાં વધુ સાડા સાત ઈંચ વરસાદ પડ્યો છે. મહુવામાં સતત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા ના કુકઙ અને આસપાસના ઓદરકા, નવાગામ , કંટાળા,ગોરીયાળી (રામપર) ગરીબ પુરા, ભાખલ, વાવઙી, પીથલપુર, છાયા, પાણીયાળી સહિતના વિસ્તારોમાં મેધ તાંડવ ને કારણે રોઙ રસ્તા માં ગાબઙા પઙયા છે અનેક રસ્તાઓ ધોવાયા છે. તો કમોસમી ભારે વરસાદથી મગફળી, કપાસ, ડુંગળી, જુવાર, બાજરી કેળ સહિતના પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેઙુતોને પઙયા ઉપર પાટું, મોંઘાદાટ ખાતર -બિયારણ નાખ્યાં હોવાથી ખૈઙુતની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. જેને કારણે લાખો રુપિયાનું નુકસાન થયું છે.નુકસાન નો સર્વ કરી વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના અમુક ગામોમાં તો આખાય ચોમાસા નથી પડ્યો એટલો વરસાદ ત્રણ કલાક માં પડ્યો છે.
ભાવનગરમાં મકાનની
બાલ્કની ધરાશાઈ
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા રોડ ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી બ્લોક નંબર પાંચમાં મકાનની બાલકની અચાનક જ ધરાશાય થઇ હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ભાવનગર શહેરનું બોરતળાવ ફરી ઓવરફલો
કુંભારવાડા કૈલાસ વાડી પાસે વરસાદ ના પાણી ભરાયા હતા.ગોઠણ સુધીના પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા હતા. બોરતળાવ પાસેના ધોબી ઘાટના નાળા માં પાણી ભરાયા હતા. કાળિયાબીડ વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.
કોળીયાક નિષ્કલંક મહાદેવ જાવાનો પુલ ઉપર પાણી આવી જતા ટ્રાફીક જામ થયો હતો. સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
જામકંડોરણા
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા : જામકંડોરણામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ઝાંપટા રૂપે ઝરમર વરસાદ વરસી રહયો છે. જે ગત રાત્રીના પણ સતત ઝાપટારૂપે ઝરમર ૭ મી.મી. વરસાદ પડયો હતો.
કેશોદ
(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ અત્રે ગત શનિવારથી ઊભો થયેલ વરસાદી માહોલ આજે સવારે પણ યથાવત છે. આ સાથે પોણા બે ઇંચ કમોસમી વરસાદ પડેલ છે.
આજ સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગત રાત્રિના વરસાદે પોતાનો પ્રભાવ બતાવતા ગત રાત્રિના ૩૩ મી. મી. વરસ્યા બાદ આજે સવારના છ થી આઠ ની વચ્ચે વધુ ૧૧ મી.મી. વરસાદ નોંધાતા ગત રાત્રિ થી આજ સવારના આઠ વાગ્યા સુધીમાં કુલ ૪૪ મી. મી. વરસાદ પડવા પામેલ છે.
દરમિયાન આ કમોસમી વરસાદ કેશોદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા ઓછા અંશે જોવા મળે છે. ખેતરોમાં હજુ મગફળીના પથરા પડેલા હોય આ અનઅપેક્ષિત વરસાદથી ખેડૂતોના મોઢે આવેલ કોડિયો છીનવાઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે આ સ્થિતિ વચ્ચે ખેડૂતો ભારે હેરાન -પરેશન જોવા મળ્યું છે.
આજે ત્રીજા દિવસે સવારે પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે સૂર્ય દર્શન થવા પામેલ નથી.
છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
ગીર સોનાથ
ગીરગઢડા ૧૩૬ મી. મી.
તાલાલા ૯ર મી. મી.
પાટણ-વેરાવળ ૧૩૯ મી. મી.
સુતરાપાડા ર૦૧ મી. મી.
કોડીનાર ૧૩૬ મી. મી.
ઉના ૧૪ર મી. મી.
ભાવનગર
વલ્લભીપુર ૧૧૦ મી. મી.
ઉમરાળા ૬ર મી. મી.
ભાવનગર ૩૭ મી. મી.
ઘોઘા રપ મી. મી.
શિહોર ૬૪ મી. મી.
ગારીયાધાર પ૭ મી. મી.
પાલીતાણા ૪૩ મી. મી.
તળાજા ૧૧૮ મી. મી.
મહુવા ૧૮૮ મી. મી.
જેશર ૮૧ મી. મી.
અમરેલી
કુંકાવાવ-વડીયા ૧૯ મી. મી.
બાબરા ર૪ મી. મી.
લાઠી ૩૧ મી. મી.
લીલીયા ૧૩૭ મી. મી.
અમરેલી ૪૮ મી. મી.
બગસરા ર૯ મી. મી.
ધારી ૪૭ મી. મી.
સાવરકુંડલા ૧ર૯ મી. મી.
ખાંભા ૧ર૭ મી. મી.
જાફરાબાદ ૬૦ મી. મી.
રાજુલા ર૧૬ મી. મી.
જુનાગઢ
માણાવદર ર૬ મી. મી.
વંથલી ર૯ મી. મી.
જુનાગઢ ૧૬ મી. મી.
ભેંસાણ ૧૩ મી. મી.
વિસાવદર પ૪ મી. મી.
મેંદરડા પ૭ મી. મી.
કેશોદ ૩૩ મી. મી.
માંગરોળ ૧ર મી. મી.
માળીયાહાટીના ૧૬ મી. મી.
બોટાદ
બોટાદ ૬પ મી. મી.
ગઢડા ૩૧ મી. મી.
રાણપુર રપ મી. મી.
બરવાળા પર મી. મી.
જામનગર
જામનગર ૧૧ મી. મી.
જોડીયા પ૪ મી. મી.
ધ્રોલ રર મી. મી.
કાલાવડ ૪ર મી. મી.
લાલપુર ૪ર મી. મી.
જામજોધપુર ૧પ મી. મી.
મોરબી
માળીયામિંયાણા ૯ મી. મી.
મોરબી પ૦ મી. મી.
ટંકારા ૩૬ મી. મી.
વાંકાનેર ૧૦ મી. મી.
હળવદ ૪ મી. મી.
દેવભૂમિ દ્વારકા
દ્વારકા ૬ મી. મી.
ખંભાળીયા ૪૯ મી. મી.
કલ્યાણપુર રર મી. મી.
ભાણવડ ૧૩ મી. મી.
પોરબંદર
પોરબંદર ૧૮ મી. મી.
રાણાવાવ ૩૦ મી. મી.
કુતિયાણા ર૮ મી. મી.
સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા ૧૦ મી. મી.
દસાડા ૧૧ મી. મી.
લખતર ૧૦ મી. મી.
વઢવાણ ૪ મી. મી.
મુળી ૬ મી. મી.
ચોટીલા ૧૧ મી. મી.
સાયલા ૧૩ મી. મી.
ચુડા ૧ર મી. મી.
લીંબડી ૧ર મી. મી.
થાનગઢ ૧૩ મી. મી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
