<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

૧૯૬૭ થી ૧૯૭૨ નો સમય બિહાર ના રાજકીય આલમ માટે રહયો અસ્‍થિર,‘‘ જબતક સમોસે મે હૈ આલુ બિહાર મે રહેંગે લાલુ......''

બિહાર વિધાનસભા ચૂંટણીનો રોચક ઇતિહાસઃ ૧૯૫૨ થી ૨૦૨૦ સુધી ના પરિણામો ની ઝલક :૬૮ વર્ષ માં કુલ ૧૭ ચૂંટણી યોજાઈ : ૭ વખત મુખ્‍યમંત્રી બન્‍યા છે નીતીશ કુમાર ‘‘સુ શાસન બાબુ'' થી ઓળખાય છે નીતીશ કુમાર....બીજેપી એ પ્રથમ વખત ૧૯૮૦ ની ચૂંટણી માં ભાગ લીધો બીજેપી ૨૦૦૫ ના વર્ષ માં પ્રથમ વખત જેડીયુ સાથે સત્તા માં આવી ૨૦૧૦ ના વર્ષ માં બીજેપી એ અત્‍યાર સુધીની સૌથી વધુ ૯૧ સીટ જીતી હતી

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા..)વાપીઃ      બિહાર વિધાનસભા ચૂંટણી આડે હવે ગણત્રી ના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે દરેક પાર્ટી મતદાતા ઓ ને રીઝવવા ભરપૂર પ્રયત્‍નો કરી રહ્યા છે.

આ વેળા એ જો આપણે બિહાર વિધાનસભા ચૂંટણી નો ઇતિહાસ જોઈએ તો વર્ષે૧૯૫૨ થી ૨૦૨૦ સુધી માં બિહાર વિધાનસભા ની કુલ ૧૭ ચૂંટણી યોજાઈ ચૂકી છે,

  હવે જો આ તમામ ચૂંટણીમાં ક્‍યાં પક્ષ ને ક્‍યારે કેટલી સીટ મળી, ક્‍યારે કેટલું મતદાન થયું , ક્‍યાં પક્ષ ને કેટલી સીટ મળી, કોની સરકાર બની, મુખ્‍યમંત્રી કોણ બન્‍યું આ ની વિગત ટૂંક માં જોઈએ તો...બિહાર માં ૧૯૫૨ ના વર્ષ માં પ્રથમ વિધાનસભા ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૩૩૦ બેઠકો હતી અને આ ચૂંટણી માં આશરે ૪૦ % મતદાન થયું હતું,પરિણામ માં કોંગ્રેસ ને  ૨૩૯ બેઠક, સમાજવાદી પક્ષ ને ૩૧ અને સ્‍વત્રંત ઉમેદવારો ને ૬૦ સીટો મળી હતી, કોંગ્રેસે સરકાર બનાવી અને મુખ્‍યમંત્રી બન્‍યા શ્રી કૃષ્‍ણ સિંહ ,૧૯૫૭ માં બીજી વિધાનસભા ચૂંટણી, કુલ ૩૧૮ બેઠકો હતી જેમાં કોંગ્રેસ ને ૨૧૦, પ્રજા સોશિયલ પાર્ટી ને ૩૧, અને કમ્‍યુનિસ્‍ટ પાર્ટી ને ૧૩ સીટ મળી હતી મુખ્‍યમંત્રી તરીકે ફરીવાર શ્રી કૃષ્‍ણ સિંહ ફરી ચૂંટાયા.

૧૯૬૨ માં ત્રીજી વિધાનસભા ચૂંટણી આવી જેમાં ૩૧૮ બેઠક હતી આશરે ૪૪.૪૭ % જેટલું મતદાન થયુ અને પરિણામ માં કોંગ્રેસ ને ૧૮૫, પી એસ પી ૨૬ સી પી આઈ ને ૨૩ બેઠક મળતા કોંગ્રેસ ના બિન્‍ધેશ્વરી પ્રસાદ મંડળ મુખ્‍યમંત્રી બન્‍યા હતા,૧૯૬૭ માં ચોથી વિધાનસભા ચૂંટણી આવી જેમાં કોંગ્રેસ ને ૧૨૮ બેઠક, એસ એસ પી ને ૬૮ , તો જનક્રાંતિ દળ, સહિત ના નાના પક્ષો ને ૧૦૦ થી વધુ બેઠકો મળી હતી, જેમાં કોંગ્રેસ ના મહામાયા પ્રસાદ સિંહ મુખ્‍યમંત્રી બન્‍યા બાદ માં મિશ્ર ગઠબંધન સરકારો રહી, વર્ષ ૧૯૬૯ માં વિધાનસભા વિદ્યટન પછી પુનઃ ચૂંટણી આવી જેમાં કોંગ્રેસ ને ૧૧૮, એસ એસ પી ને ૫૨, અને સી પી આઈ ને ૨૫ બેઠકો મળી પરંતુ સતત ગઠબંધન બદલાતા ૧૯૭૨ સુધી અસ્‍થિર સરકાર રહી.

ત્‍યાર બાદ વર્ષ ૧૯૭૨ માં છઠ્ઠી વિધાનસભા ચૂંટણી આવી જેમાં કોંગ્રેસ ને ૧૬૭, સી પી આઈ ને ૩૫ તથા એસીપી ને ૨૦ સીટો મળી આ વેળા એ કોંગ્રેસ ના કેદાર પાંડે મુખ્‍યમંત્રી બન્‍યા,૧૯૭૭ માં સાતમી વિધાનસભા ચૂંટણી આવી જે ઇમરજન્‍સી પછી ની ચૂંટણી હતી જેમાં મતદાતા ઓ નો બદલાયેલ મિજાજ જોવા મળ્‍યો કોંગ્રેસ ને માત્ર ૫૭ સીટો મળી તો જનતા પાર્ટી ને ૨૧૪ સીટો અને સી પી આઈ ને ૨૯ સીટો મળતા એ વેળા એ જનતા પાર્ટી ના કૈલાસપતિ મિશ્રા મુખ્‍યમંત્રી બન્‍યા.

૧૯૮૦ માં આઠમી વિધાનસભા ચૂંટણી આવી જેમાં કોંગ્રેસ ( આઈ ) ને ૧૬૯ સીટો, લોકદડ ને ૪૧ અને સીપીઆઈ ને ૨૩ સીટો મળતા ડો. જગન્નાથ મિશ્ર મુખ્‍યમંત્રી બન્‍યા, ૧૯૮૫જ્રાક્રત્‍ન નવમી વિધાનસભા ચૂંટણી આવી જેમાં ફરી કોંગ્રેસ ( આઈ ) મજબૂતી થી ઉભરી ને ૧૯૬સીટ  ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો લોકદળને ૪૬ અને સીપીઆઈ ને ૨૩ સીટો મળી જેને પગલે બિન્‍દ્રેશ્વરી દુબે મુખ્‍યમંત્રી બન્‍યા, પછી ભગવતી ઝા, પછી જગન્નાથ મિશ્ર મુખ્‍યમંત્રી બન્‍યા.

 વર્ષ ૧૯૯૦ માં દસમી વિધાનસભા ચૂંટણી આવી આ સમય રાજકીય પરિવર્તન નો સમય હતો, બીજી રીતે કહીએ તો મંડલ યુગ ની શરૂવાત થઈ હતી આ ચૂંટણી માં જનતાદળ ને ૧૨૨. કોંગ્રેસ ને ૭૧, બીજેપી ને ૩૯ અને સીપીઆઈ ને ૨૨ સીટ મળતા જનતાદળ ના લાલુપ્રસાદ યાદવ મુખ્‍યમંત્રી બન્‍યા હતા, અને જાણે શરૂ થયો હોય લાલુ યુગ...

ત્‍યાર બાદ ૧૯૯૫ ના વર્ષ માં આવી અગિયારમી વિધાનસભા ચૂંટણી જેમાં કુલ ૩૨૪ બેઠકો ઉપર જંગ જામ્‍યો હતો અને ૬૧ % જંગી મતદાન થયુ હતું,જેમાં જનતાદળ ને ૧૬૭, કોંગ્રેસ ને ૨૯, બીજેપી ને ૪૧, સીપીઆઈ ને ૨૩ તથા અન્‍યો ને ૬૪ સીટો મળી હતી, ફરી એકવાર જનતા દળ ના લાલુપ્રસાદ યાદવ મુખ્‍યમંત્રી બન્‍યા હતા, આ તેમનું સતત બીજું કાર્યકાળ હતું.

        ૨૦૦૦ ના વર્ષ માં બારમી વિધાનસભા ચૂંટણી આવી જેમાં ૩૨૪ બેઠકો ઉપર ની લડત માં ૬૨.૬૦ ્રુ જેટલું મતદાન થયું હતું જેના પરિણામ માં આરજેડી ૧૨૪, બીજેપી ૬૭, કોંગ્રેસ ૨૩, જેડી ( યુ ) ૩૪, તો અન્‍યો ને ૭૬ સીટો મળી હતી આ વેળા એ આરજેડી સમર્થન થી સરકાર ચાલી અને મુખ્‍યમંત્રી બન્‍યા રાબડીદેવી.

૨૦૦૫ ના વર્ષ તેરમી વિધાનસભા ચૂંટણી આવી જોકે આ વર્ષે ફેબ્રુઆરી અને ઓક્‍ટોબર એમ વર્ષ માં બે વખત ચૂંટણી આવી તેમાં ફેબ્રુઆરી ૨૦૦૫ માં આરજેડી ને ૭૫, જેડી ( યુ ) ને ૫૫, બીજેપી ને ૩૭ , એલ્‍જેપી ને ૨૯, કોંગ્રેસ ને ૧૦ અને અન્‍યો ને ૬૦ બેઠકો મળી હતી પરંતુ કોઈને બહુમતી ના મળતા વિધાનસભા વિદ્યટિત કરી હતી, ઓક્‍ટોબર ૨૦૦૫ માં ફરી ચૂંટણી યોજાઈ જેના પરિણામ માં જેડી (યુ) ને ૮૮, બીજેપી ને ૫૫, આરજેડી ને ૫૪, એલજેપી ને ૧૦ કોંગ્રેસ ને માત્ર ૯ સીટ મળી હતી, આ વેળા એ એનડીએ જેડી (યુ), અને બીજેપી ગઠબંધન ની સરકાર બની અને મુખ્‍યમંત્રી બન્‍યા નીતીશકુમાર.....

૨૦૧૦ ના વર્ષ માં ચૌદમી વિધાનસભા ચૂંટણી આવી જેમાં નવી સીમાંકન મુજબ ૨૪૩ બેઠકો ઉપર લદાયો ચૂંટણી જંગ, પરિણામ માં જેડી (યુ) ને ૧૧૫બીજેપી  ને ૯૧, આરજેડી ને ૨૨, તો કોંગ્રેસ ને માત્ર ૪ બેઠક મળતા બીજી વખત નીતીશકુમાર મુખ્‍યમંત્રી બન્‍યા, કહેવાય છે કે ત્‍યાર થી બિહાર માં વિકાસ આધારિત રાજકારણ નો ઉદય થયો.

ત્‍યાર બાદ વર્ષ ૨૦૧૫ માં પંદરમી વિધાનસભા ચૂંટણી આવી જેમાં૫૬.૮% થયેલ મતદાન ના પરીણામ માં આરજેડી ને ૮૦, જેડી ( યુ ) ને ૭૧, કોંગ્રેસ ને ૨૭, બીજેપી ને ૫૩, તો એલજેપી ને ૨ સીટ મળી હતી આ વેળા એ જેડી ( યુ ) અને આરજેડી ગઠબંધન સરકાર બની અને મુખ્‍યમંત્રી તરીકે ફરી નીતીશ કુમાર આવ્‍યા.

આગળ વર્ષ ૨૦૨૦  માં સોળમી ,  ( ૧૭ મી ) ફરી વિધાનસભા ચૂંટણી આવી ૫૭.૧ % મતદાન થયુ અને પરિણામ માં બીજેપી ને ૭૪, આરજેડી ને ૭૫, જેડી ( યુ ) ને ૪૩, કોંગ્રેસ ને ૧૯, લેફ્‌ટ ને ૧૬ તથા અન્‍ય ને ૧૬ બેઠક મળતા આ વેળા એ આરજેડી સૌથી મોટી પાર્ટી હોવા છતાં એનડીએ એ બહુમતી ગઠબંધન માં જોડાઈ સરકાર બનાવી અને મુખ્‍યમંત્રી બન્‍યા નીતીશ કુમાર....

હવે જો આપણે બિહાર વિધાનસભા માં બીજેપી અંગે જોઈએ તો બીજેપી એ પ્રથમ વખત ૧૯૮૦ વિધાનસભા ચૂંટણી માં ભાગ લીધો હતો જેમાં સૌથી વધુ ૨૦૧૦ ના વર્ષ માં ૯૧ સીટ ઉપર જીત મેળવી હતી જયારે સૌથી ઓછી સીટ વર્ષ ૧૯૮૫ ના વર્ષ માં માત્ર ૧૬ સીટ મેળવી હતી.

અને આવી છે ૨૦૨૫ ની ચૂંટણી.... હવે જોઈએ આ ચૂંટણી માં કોણ બાજી છે...

(11:30 AM IST)