<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

અનોખાં લગ્ન : ન મંત્રો, ન ફેરાઃ બે ભાઈઓએ સંવિધાનને સાક્ષી માનીને લગ્ન કર્યા

સિરમૌર, તા.૨૮: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના કલોગ ગામમાં વિનોદકુમાર અને સુનીલકુમાર નામના બે ભાઈઓનાં ૨૫ ઑક્‍ટોબરે લગ્ન થયાં હતાં. આ લગ્ન એટલા માટે અનોખાં હતાં કેમ કે લગ્નવિધિ કરાવવા માટે અહીં કોઈ મંત્ર પઢનાર પંડિત નહોતો, ન અગ્નિની સાક્ષી. અગ્નિ ન હોવાથી ૭ ફેરા પણ નહોતા લેવાયા. એમ છતાં બન્નેએ લગ્નનાં ૭ વચનોની આપ-લે કરી હતી. એ માટે ભારતના સંવિધાનને સાક્ષી રાખીને વૈવાહિક પરંપરાઓ નિભાવવામાં આવી હતી.

(4:01 PM IST)