<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

દિલ્‍હીમાં કૃત્રિમ વરસાદ થશે? એરક્રાફટે કાનપુરથી ઉડાન ભરી

મેરઠ પહોંચ્‍યા બાદ આગળનું સેડયુલ નક્કી થશેઃ આજે પ્રથમ કલાઉડ સીડીંગનું પરીક્ષણ

નવી દિલ્‍હી, તા.૨૮: દિલ્‍હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્‍યું હતું કે IIT કાનપુરનું સેતાા વિમાન ક્‍લાઉડ સીડિંગ માટે કાનપુરથી ઉડાન ભરી ચૂકયું છે. મેરઠ પહોંચ્‍યા પછી, હવામાનની સ્‍થિતિના આધારે આગળનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

તેમણે જણાવ્‍યું હતું કે કાનપુરમાં દૃશ્‍યતા નબળી હોવાથી વિમાન આજે સવારે ઉડાન ભરી શકયું ન હતું. સિરસાના જણાવ્‍યા મુજબ, સોમવારે પણ ક્‍લાઉડ સીડિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું, પરંતુ નબળી દૃશ્‍યતાને કારણે તેને મુલતવી રાખવામાં આવ્‍યું. ક્‍લાઉડ સીડિંગ માટે વાદળો થોડા ઓછા ઊંચાઈએ, મહત્તમ ૫,૦૦૦ મીટર પર હોવા જોઈએ, વધુ નહીં.

અગાઉ, ITO છઠ ઘાટ પર સવારે, સિરસાએ જાહેરાત કરી હતી કે રાજધાનીમાં પ્રથમ ક્‍લાઉડ સીડિંગ પરીક્ષણ આજે હાથ ધરવામાં આવશે. એકવાર દૃશ્‍યતા સુધરી જાય, પછી આ કવાયત માટે સજ્જ વિમાન કાનપુરથી આવશે. કાનપુરમાં દૃશ્‍યતા ૨,૦૦૦ મીટર સુધી છે; જલદી તે ૫,૦૦૦ મીટર સુધી પહોંચે છે, વિમાન પરીક્ષણ માટે ઉડાન ભરશે

(4:08 PM IST)