News of Tuesday, 28th October 2025
બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશકુમાર જેડી(યુ) નો રિપોર્ટકાર્ડ
૨૦૦૦ થી અત્યાર સુધીમાં સૌથી ઓછી સીટ વર્ષ ૨૦૦૦ માં માત્ર ૨૧ સીટ મળી હતી તો સૌથી વધુ ૨૦૧૦ માં ૧૧૫ સીટ ઉપર વિજય મેળવ્યો હતો

(જીતેન્દ્ર રૂપારેલિયા...)વાપીઃ બિહાર વિધાનસભા ચૂંટણી ના પડદ્યમ વાગી રહ્યા છે ત્યારે બિહાર માં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનનાર નીતિશ કુમાર ના જેડી ( યુ ) નો ચૂંટણી ઇતિહાસ જોઈએ તો...
વર્ષ ૨૦૦૦ માં ૩૨૪ વિધાનસભા બેઠક માં ૧૩૫ બેઠકો ઉપર લડત આપી ૨૧ બેઠકો પર જીત મેળવી હતી, ત્યાર બાદ ૨૦૦૫ ફેબ્રુઆરી માં ૨૪૩ વિધાનસભા બેઠક માં ૧૩૯ સીટો ઉપર લડત આપી ૩૭ સીટો ઉપર જીત મેળવી હતી વેળા એ બીજેપી સાથે જોડાયા હતા પરંતુ કોઈ પક્ષ ને બહુમતી ના મળતા ફરી ચૂંટણી થઈ હતી.
૨૦૦૫ નવેમ્બર માં ૨૪૩ વિધાનસભા બેઠક માં ફરી ૧૩૯ ઉમેદવાર ઉભા રાખી લડત આપતા ૮૮ સીટો ઉપર ભવ્ય વિજય મેળવ્યો હતો, બીજેપી ના જોડાણ થી સરકાર બની અને નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા.
વર્ષ ૨૦૧૦ માં ૨૪૩ વિધાનસભા બેઠક માં ૧૪૧ બેઠકો ઉપર ઝંપલાવી ૧૧૫ બેઠકો ઉપર જીત મેળવી બીજેપી સાથે જોડાણ થી જાણે સુ શાસન યુગ શરૂ થયો હતો.
વર્ષ ૨૦૧૫ માર૨૪૩ વિધાનસભા બેઠક માં ૧૦૧ બેઠકો પર લડી ૭૧ બેઠક જીતી આરજેડી સાથે મળી સરકાર રચી હતી.
વર્ષ ૨૦૨૦ માં ૨૪૩ વિધાનસભા બેઠક માં ૧૧૫ બેઠકો પર લડત આપી ૪૩ બેઠકો જીતી બીજેપી સાથે જોડાણ કરી ફરી નીતીશ જી મુખ્યમંત્રી બન્યા.
અને હવે વર્ષ ૨૦૨૫ ની ચૂંટણી માં ૨૪૩ વિધાનસભા બેઠક માં ૧૦૧ ઉમેદવાર ને મેદાન માં ઉતાર્યા છે ત્યારે ફરી એકવાર એનડીએ ની સરકાર બનશે કે કેમ એનો જવાબ તો ૧૪ મી એ જ મળશે...
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
