ટ્રમ્પની ટેરિફ ધમકીઓ છતાં ભારતીય નિકાસમાં મજબૂત વૃદ્ધિ: ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની નિકાસમાં ૫૦.૫%નો ઉછાળો: જે ૧૦ ઉદ્યોગો પર સૌથી ખરાબ અસર થવાની આશંકા હતી, તેમાંથી મોટાભાગનાએ ઉત્તમ વૃદ્ધિ નોંધાવી
ભારતના મુખ્ય ઉદ્યોગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે: ચોખામાં ૩૩%ની જંગી વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે: સીફૂડની નિકાસમાં ૨૩%ની મજબૂત વૃદ્ધિ: જ્યારે કુલ નિકાસ ૬.૭% વધી

નવી દિલ્હી: સપ્ટેમ્બર ૨૦૨૫ના નિકાસના આંકડા દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસનની ૫૦% ટેરિફની ધમકીઓ વચ્ચે પણ ભારતના મુખ્ય ઉદ્યોગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં ૫૦.૫% અને ચોખામાં ૩૩%ની જંગી વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે કુલ નિકાસ ૬.૭% વધી છે.
મળતા અહેવાલો મુજબ અમેરિકી પ્રશાસન દ્વારા ભારત પર ૫૦% સુધીની ભારે ટેરિફ લાદવાની ધમકીઓ વચ્ચે પણ ભારતીય નિકાસ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન જાળવી રાખ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના તાજા આંકડાઓ (વાર્ષિક ધોરણે) દર્શાવે છે કે જે ૧૦ ઉદ્યોગો પર સૌથી ખરાબ અસર થવાની આશંકા હતી, તેમાંથી મોટાભાગનાએ ઉત્તમ વૃદ્ધિ નોંધાવી છે.
આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસ વાર્ષિક ધોરણે ૬.૭% વધી છે. સૌથી પ્રભાવશાળી પ્રદર્શન ઇલેક્ટ્રોનિક ગુડ્સનું રહ્યું છે, જેમાં ૫૦.૫%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. તેવી જ રીતે, ચોખાની નિકાસમાં ૩૩% અને મરીન પ્રોડક્ટ્સ/સીફૂડની નિકાસમાં ૨૩%ની મજબૂત વૃદ્ધિ થઈ છે.
જોકે, કેટલાક ક્ષેત્રોમાં નરમાઈ જોવા મળી છે. ટેક્સટાઈલ અને એપેરલ સેક્ટરમાં ૧૦% થી ૧૨%નો ઘટાડો નોંધાયો છે.
એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં લેધર અને ફૂટવેરની નિકાસમાં પણ ૫% થી ૮%નો ઘટાડો જોવા મળ્યો છે.
પરંતુ, ઈલેક્ટ્રોનિક્સ અને રાઈસ જેવા ક્ષેત્રોમાં આવેલો ઉછાળો દર્શાવે છે કે ભારતીય ઉદ્યોગો વૈશ્વિક પડકારો વચ્ચે પણ સ્થિતિસ્થાપકતા દાખવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
