હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂ. દયાનંદગીરીબાપુ સહિત સંતોના ગુણગાન ગાઇએ એટલા ઓછાઃ પૂ. રામેશ્વરબાપુ હરિયાણી
ચરાડવામાં પૂ. દયાનંદગીરી મહારાજની સ્મૃતિમાં પૂ. અમરગીરી મહારાજના સાનિધ્યમાં આયોજીત શ્રીરામકથામાં ઉમટતા ભાવિકો

રાજકોટ, તા. ર૯ : પૂ. દયાનંદગીરી બાપુ સહિત સંતોના ગુણગાન ગાઇએ એટલા ઓછા છે. સૌરાષ્ટ્રની ધરા સંતોની છે. તેમ ચરાડવા ખાતે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની સ્મૃતિમાં અને પૂ. અમરગીરી મહારાજના સાનિધ્યમાં આયોજીત શ્રીરામ કથામાં કથાકાર પૂ. રામેશ્વરબાપુ હરિયાણીએ જણાવ્યું હતું.
શ્રી મહાકાળી આશ્રમ ચરાડવામાં પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી દયાનંદગીરીબાપુની સ્મળતિમાં શ્રી રામકથામા ભાવિકો ઉમટી રહ્યા છે.
શ્રી રામકથાના છઠાં દિવસે પૂ. રામેશ્વર બાપુ દ્વારા ભગવાન શ્રી રામ અને મહાકાળી માતાના તથા બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુદેવ શ્રી દયાનંદગીરીબાપુ દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ ની ઉપસ્થિત મા કથાની શરૂવાત કરી હતી.
પ્રથમ ચરણમાં શ્રી રામ વનગમન વિષે કથા રસપાન કરી આ કથામા સંત શ્રી અંબીકાગીરીબાપુ (હનુમાન મંદિર ઘુનડા) તથા ચરાડવા, ગોકુળીયા તેમજ આજુબાજુ ના બધા ગામો અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ ના જુદાજુદા વિસ્તારના હજારોની સંખ્યામા ભાવી ભકતોએ કથા શ્રવણ કરી.
દ્રીત્ય ચરણમાં કેવટ પ્રસંગ વિષે કથા રસપાન કરી કથાનુ રસપાન કરવા સંત અભ્યાનંદગીરીબાપુ (દેવીપુર આશ્રમ) તેમજ ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાજકોટીયા સાથે મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રવીણભાઈ સોનાગ્રા મહાનુભાવો કથામા ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્ય ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી મહાકાળી માતાજી મંદિરે તા. ૨૩-૧૦-૨૫ ને ગુરૂવારથી તા. ૩૧-૧૦-૨૫ ને શુક્રવાર સુધી બ્રહ્મલીન પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની ઈચ્છા પુર્ણ કરવા માટે તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા પંચસિધ્ધ શ્રી રામ મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
જગતજનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી શ્રી અનંત વિભૂષીત સદગુરૂ ૫. પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા પુર્ણ કરવા હેતુથી તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી વિક્રમ સંવત ૨૦૮૨, કારતક સુદ બીજ અને તા. ૨૩-૧૦-૨૦૨૫ને ગુરૂવારથી શ્રીરામકથા તથા શ્રી પંચસિધ્ધ શ્રી રામમહાયાગનું આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રી રામકથાનું મધુર વચનથી રસપાન વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કકરાવી રહ્યા છે. . તથા શ્રીરામ મહાયાગ યજ્ઞના આચાર્ય ડો.દિપકભાઈ શાષાી વિધિ વિધાનથી કરાવશે. ગુરૂજીની પવિત્ર સમાધી તથા ભાવિક ભકતજનો શ્રીરામકથાનું રસપાન કરશે.
કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ સુધીનો છે. જયારે દરરોજ બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ યોજાશે. (૯.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
