બિહાર ચૂંટણીઃ કયા ઝોનમાં કયા પક્ષોનો દબદબો?
રાજકીય દ્રષ્ટિએ બિહારને મુખ્ય છ ઝોનમાં વહેંચી શકાય, મિથિલા ઝોન-કોશીઝોન-સીમાંચલ ઝોન-મગધ ઝોન-ચંપારણ ઝોન- મગધ અંગઝોન ૨૦૨૦માં મગધ ઝોનમાં જેડીયુ અને ભાજપ ગઠબંધનને ૬૦ ટકા જેટલી સીટો જીતેલીઃ બોધગયા બુધ્ધધર્મનું કેન્દ્રઃ પૂર્વ ચંપારણ પંથકમાં ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો હતોઃ સીતામઢીને માતા સીતાનું જન્મસ્થાન મનાય છે

(જીતેન્દ્ર રૂપારેલિયા....) વાપીઃ બિહાર વિધાનસભા ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે, બંને ગઠબંધન એકબીજાને હરાવવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે.
હવે જો આપણે બિહારની ભૌગોલિક સ્થિતિ ને રાજકીય દ્રષ્ટિ એ જોઈએ તો સમગ્ર રાજ્ય ને અલગ અલગ ૬ ઝોનમાં વહેંચી શકાય અને આ તમામ ઝોનમાં આવતા જીલ્લા, જાતિ અનુસાર વસતી અને ક્યાં પક્ષનું વર્ચસ્વ છે છે જેને નજીક થી સમજીએ તો....
બિહારના મુખ્ય રાજકીય ઝોન
૧...મિથિલા ઝોનઃ આ ઝોનમાં દરભંગા, સમસ્તીપુર, મધુબની, સિતામઢી, સુપૌલ જેવા જીલ્લાઓ આવે છે, જેમાં દરભંગા જીલ્લામાં ૧૦ ધારાસભા બેઠકો આવેલ છે, સાંસ્કૃતિક રાજધાની દરભંગા રાજવંશ નુ કેન્દ્ર મનાય છે, મધુબની જીલ્લા માં પણ ૧૦ ધારાસભા બેઠકો આવેલ છે આ વિસ્તાર મૈથિલી ભાષા અને પેઇન્ટિંગ માટે પ્રસિદ્ધ છે, સમસ્તીપુર જીલ્લામાં પણ ૧૦ ધારાસભા બેઠકો આવેલ છે લાલુ પ્રસાદ યાદવનો પરંપરાગત પ્રભાવ વિસ્તાર મનાય છે, સીતામઢી જીલ્લામાં ૮ ધારાસભા બેઠકો આવેલ છે અહીં સીતા માતાનો જન્મ થયો હોવાથી ધાર્મિક મહત્વ ઘણું છે, સુપૌલ જીલ્લા માં ૬ ધારાસભા બેઠકો આવેલ છે અહીં કોશી નદી ખુબજ પ્રખ્યાત છે, મધેપુરા જીલ્લા માં પણ ૬ ધારાસભા બેઠકો આવેલ છે અહીં શરદ યાદવનો દબદબો હોવાનું મનાય છે
સમગ્ર ઝોનને જોઈએ તો અહીં માધવ (બ્રાહ્મણ, માથિલ કાયસ્થ, મુસ્લિમ, યદવ) જેવી જાતિ નો પ્રભાવ જોવા મળે છે, આ ઝોન રાજકીય રીતે આરજેડી અને કોંગ્રેસ પરંપરાગત રીતે મજબૂત, પરંતુ એનડીએ એમાં પણ બીજેપીને શહેરી સીટો ઉપર વધુ સમર્થન મળે છે,પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ અહીંથી મજબૂત અભિયાન ચલાવી રહી છે, જોઈએ આ ચૂંટણી માં શું સમીકરણ બેસે છે.
૨...કોશી ઝોનઃ આ ઝોનમાં સહરસા, ખગડિયા, માધેપુરા જેવા જીલ્લા ઓ નો સમાવેશ થાય છે જેમાં સહરસા જીલ્લા માં ધારાસભા બેઠકો આવેલ છે જેડીયુનો આ મજબૂત વિસ્તાર મનાય છે, મદેપુરા જીલ્લા માં ૬ ધારાસભા બેઠકો આવેલ છે આ શરદ યાદવ અને લાલુ પ્રસાદ યાદવનું પ્રભાવ ક્ષેત્ર કહેવાય છે, તો સુપૌલ જીલ્લા માં ૬ ધારાસભા બેઠકો આવેલ છે કોંગ્રેસ ની આ મજબૂત સીટ મનાય છે કોશી નદી થી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે.
સમગ્ર ઝોનને જાતિની વસ્તી અનુસાર જોઈએ તો આ ઝોન માં યાદવ, કુશવાહા, દલિત, અને મુસ્લિમ સમાજ વધુ જોવા મળે છે, અને જો રાજકીય પ્રભાવ ની દ્રષ્ટિએ જોઈએ તો
આ ઝોન લાલુ પ્રસાદ યાદવની આરજેડીનો ગઢ માનાય છે. જેડીયુને પણ અહીંના વિકાસ કાર્યને કારણે થોડો આધાર મળે છે, જ્યારે કોંગ્રેસ અને વીઆઇપીને થોડો લાભ મળે છે.
૩.... સીમાંચલ ઝોનઃ આ ઝોન માં મુખ્ય કિશનગંજ, અરરિયા, પૂરણિયા, અને કટિહાર જીલ્લા નો સમાવેશ થાય છે, અહીં મુસ્લિમ મતદારનો સમૂહ મોટા પ્રમાણમાં છે.
કિસનગંજ જીલ્લા માં ૪ ધારાસભા બેઠકો આવે છે અહીં મુસ્લિમ ની આશરે ૭૦% વસ્તી છે, અરીરિયા જીલ્લા માં ૯ ધારાસભા બેઠકો છે, અહીં મુસ્લિમો ની ૪૫% વસ્તી છે, પુર પુરનિયા જીલ્લામાં ૯ ધારાસભા બેઠકો આવેલ છે, અહીં પણ ૩૫% મુસ્લીમ સમાજ વસવાટ કરે છે, જ્યારે કટિહાર જીલ્લામાં ૮ ધારાસભા બેઠકો આવેલ છે, અહીં આશરે ૪૦% મુસ્લીમ સમાજ વસવાટ કરે છે એટલે અહીં મોટાભાગે મુસ્લીમ વસ્તી વધુ છે. રાજકીય રીતે જોઈએ તો અહીં ઓવૈસીનો પક્ષએ આઈએમઆઈએમ ખુબ જ મજબૂત મનાય છે, તેમજ આરજેડી પણ ઘણા અંશે મજબુત છે, થોડો ઘણો કોંગ્રેસનો પણ પ્રભાવ કહી શકાય. બીજેપી અને જેડી (યુ) માટે અહીં કપરા ચઢાણ છે.
આમ તો ૧૯૯૦ થી ૨૦૧૦ના સમયગાળા દરમિયાન આરજેડી નો પ્રભાવ જોવા મળ્યો, ૨૦૧૦ પછી બીજેપી અને જેડીયુને થોડી સફળતા મળી, પરંતુ ૨૦૨૦ માં એ આઈ એમ આઈ એમ... એ ૫ સીટ ઉપર જીત મેળવીને બીજા પક્ષના કાંગરા ખેરવ્યા,જોકે હાલમાં ઓવૈસીના પક્ષનો પ્રભાવ ઘટ્યાનું જણાય છે, જેની સામે આરજેડી, કોંગ્રેસ અને જેડીયુ મજબૂત થયા નુ જણાય છે.
૪.....મગધ ઝોનઃ આ ઝોનમાં ગયા, નવાડા, ઔરંગાબાદ, જેહાનાબાદજેવા જીલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં ગયા જીલ્લામાં ૧૦ ધારાસભા બેઠકો આવેલ છે અહીં બુદ્ધ ધર્મનું કેન્દ્ર મનાય છે, રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે, નવાડા જીલ્લા માં ૬ ધારાસભા બેઠકો આવેલ છે આને મગધ અને દક્ષિણ બિહાર વચ્ચેનુ જોડાણ વિસ્તાર ગણાય છે, ઔરંગાબાદ જીલ્લા માં ૬ ધારાસભા બેઠકો આવેલ છે, આ વિસ્તાર બીજેપીનું પરંપરાગત ગઢ ગણાય છે, જહાનાબાદ જીલ્લામાં ૪ ધારાસભા બેઠકો આવેલ છે અહીં આરજેડી અને જેડીયુનુ વધુ ચલણ છે, તો અરવાલ જીલ્લા માં ૨ ધારાસભા બેઠકો આવેલ છે આ નવો જીલ્લો ડાબેરી પક્ષોનો પ્રભાવ ક્ષેત્ર બન્યો છે.
સમગ્ર ઝોનને જાતિની વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો અહીં કોશી, કાયસ્થ, દલિત, કુશવાહા, રાજપૂત સમાજ વસે છે, અને જો આ ઝોન ને રાજકીય રીતે જોઈએ તો અહીં જેડીયુ અને બીજેપીને મજબૂત સમર્થન મળે છે, આરજેડીનો પણ ગ્રામીણ સીટ ઉપર પ્રભાવ રહે છે, આમતો આ જીતન રામ માંઝી એટલે કે એચ એ એમનો દબદબો મનાય છે.
૫.....મગધઅંગ ઝોનઃ ( દક્ષિણ બિહાર): આ ઝોનમાં ભાગલપુર, બાંકા, મુંગેર, જામુઈ જેવા જીલ્લા ઓ આવેલા છે જેમાં ભાગલપુર જીલ્લામાં ૬ ધારાસભા બેઠકો આવેલ છે અહીં કોંગ્રેસ, ભાજપ અને આરજેડી વચ્ચે ત્રિકોણીય જંગ જામતો હોય છે, મુંગેર જીલ્લામાં ૩ ધારાસભા બેઠકો આવેલ છે આ જેડીયુનો મજબૂત વિસ્તાર મનાય છે, બંકા જીલ્લા માં ૩ ધારાસભા બેઠકો આવેલ છેઆ કોંગ્રેસ અને આરજેડી નો વિસ્તાર મનાય છે, લખીસરાય જીલ્લામાં ૨ ધારાસભા બેઠકો આવેલ છે અહીં જેડીયુ અને બીજેપીનું ચલણ છે, તો જામુઈ જીલ્લા માં ૩ ધારાસભા બેઠકો આવેલ છે અહીં પાસવાનનો હોલ્ટ છે.
સમગ્ર ઝોનને જોઈએ તો રાજપૂત, બ્રાહ્મણ, મુસ્લિમ, કુશવાહા સમાજની વસ્તી વધુ જોવા મળે છે, અને જો રાજકીય દ્રષ્ટિ એ આ ઝોનને જોઈએ તો અહીં બીજેપી અને જેડીયુનો જલવો જોવા છે, કોંગ્રેસ અને આરજેડી થોડો પ્રભાવ ધરાવે છે , કેટલાક વિસ્તારોમાં મતદારોને લોજપા પણ પ્રિય છે.
૬..... ઉત્તર બિહાર (ચંપારણ ઝોન): આ ઝોનમાં પૂર્વ ચંપારણ, પヘમિ ચંપારણ, સીતામઢી, શિવહર ,મુઝફફરપુર જેવા જીલ્લાનો સમાવેશ થાય છે, જેમાં પૂર્વ ચંપારણ જીલ્લામાં ૧૨ ધારાસભા બેઠકો આવેલ છે ગાંધીજીએ,અહીં સત્યાગ્રહ કર્યો હતો, પヘમિ ચંપારણ જીલ્લામાં ૮ ધારાસભા બેઠકો આવેલ છે અહીં રાજપુત, ઠાકુર વોટ બેંકને પ્રભાવ છે, સીતામઢી જીલ્લામાં ૬ ધારાસભા બેઠકો આવેલ છે આ જગ્યાને માતા સીતાનું જન્મ સ્થાન માનવામાં આવે છે, તો શિવહર જીલ્લામાં ૧ ધારાસભા બેઠક આવેલ છે, પ્રમાણમાં નાનો પરંતુ રાજકીય રીતે આ જીલ્લો અગત્ય નો ગણાય છે, જ્યારે મુઝફફરપુર જીલ્લામાં કુલ ૧૦ વિધાનસભા બેઠકો આવેલ છે આ જીલ્લા ને ઉત્તર બિહાર નુ રાજકીય કેન્દ્ર ગણાય છે.
સમગ્ર ઝોન મુજબ જોઈએ તો અહીં ભુમિહાર, કોશી, મુસ્લિમ, યાદવ સમાજની વસ્તી વધુ જોવા મળે છે, અને જો આ ઝોન ઉપર રાજકીય પ્રભાવને જોઈએ તો બીજેપી અને જેડીયુ નો કિલ્લો ગણાય છે, કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આરજેડી સમર્થન મળતું જોવા મળે છે , આ વિસ્તાર નીતિશ કુમાર માટે રાજકીય રીતે અગત્યનો ગણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
