"ભારત-પાકિસ્તાનને ૨૫૦ ટકા ટેરિફની ધમકી આપી, ત્યારે જ યુદ્ધ અટક્યું હતું" - ડોનાલ્ડ ટ્રમ્પનો ફાટીને એકવાર સૌથી મોટો દાવો! : ભારતે ટ્રમ્પના દાવાને નકાર્યો
યુએસ પ્રમુખ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં APEC સમિટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો : ૪૮ કલાકમાં સંઘર્ષ સમાપ્ત થયો અને લાખો લોકોના જીવન બચ્યા

ગ્યોન્ગજુ, તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દક્ષિણ કોરિયાના ગ્યોન્ગજુ શહેરમાં યોજાયેલી એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ (APEC) સીઈઓ સમિટ દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન (India Pakistan Conflict) બંનેને ૨૫૦ ટકા ટેરિફ (Trump Tariff) લગાવવાની ધમકી આપી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ (યુદ્ધ) અટકી ગયો હતો.
ટ્રમ્પનો દાવો: ૪૮ કલાકમાં યુદ્ધ સમાપ્ત
ટ્રમ્પે દાવો કર્યો કે જ્યારે તેમણે બંને દેશોને આ સંદેશ આપ્યો કે ૨૫૦ ટકા ટેરિફ પછી કોઈ પણ પ્રકારનો વેપાર શક્ય નહીં બને, ત્યારે પરિસ્થિતિ તરત જ બદલાઈ ગઈ. તેમના કહેવા મુજબ, આ ધમકીના કારણે ૪૮ કલાકની અંદર યુદ્ધ સમાપ્ત થયું અને કોઈનો જીવ ગયો નહીં. તેમણે કહ્યું કે આનાથી લાખો લોકોના જીવન બચી ગયા અને તેમને આ વાતનું ગર્વ છે.
પીએમ મોદીના કર્યા વખાણ
ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ ની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે બંને 'ગ્રેટ ગાયઝ' છે અને પીએમ મોદીને તેમણે 'ટફ' (Tough) અને 'કિલર' (Killer) લીડર ગણાવ્યા.
૮ યુદ્ધો રોકવાનો દાવો, રશિયા-યુક્રેન યુદ્ધ પર અફસોસ
યુએસ પ્રમુખે આગળ દાવો કર્યો કે તેમણે જાન્યુઆરી ૨૦૨૫ માં પદ સંભાળ્યા પછી અત્યાર સુધીમાં આઠ યુદ્ધો ને થતા રોક્યા છે. જોકે, તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) અંગે અફસોસ વ્યક્ત કર્યો કે તે હજી સુધી અટક્યું નથી. ટ્રમ્પે કહ્યું કે જો તેઓ તે સમયે રાષ્ટ્રપતિ હોત, તો આ યુદ્ધ ક્યારેય શરૂ જ ન થયું હોત.
ભારતે ટ્રમ્પના દાવાને નકાર્યો
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વિવાદમાં પોતાની ભૂમિકાનો દાવો કર્યો હોય. તેમણે કહ્યું કે ૭ થી ૧૦ મે દરમિયાન ચાલેલા સંઘર્ષ દરમિયાન તેમણે હસ્તક્ષેપ કર્યો હતો. તે સમયે ભારતે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જોકે, ભારતે અગાઉ પણ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારતીય અધિકારીઓના મતે, કોઈ પણ દેશે મધ્યસ્થી કરી નહોતી, પરંતુ પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વએ પોતે ભારતીય ડીજીએમઓનો સંપર્ક કરીને યુદ્ધવિરામની અપીલ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
