News of Wednesday, 29th October 2025
જય જય જલારામ....અકિલા ના આંગણે પૂજ્ય જલારામબાપા ની શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત
અકિલા ના તંત્રી અજિતભાઈ ગણાત્રા સહિતના પરિવારના સભ્યો દ્વારા પૂજ્ય જલાબાપા ની મૂર્તિને ફૂલહાર કરી જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટ : આજે સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામબાપા ની 226મી જન્મજયંતિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. છપ્પનભોગ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો શહેરભરમાં અનેક સ્થળોએ કરવામાં આવે છે. દરમિયાન શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા અકિલા કાર્યાલય ના આંગણે પહોંચતા 'જય જય જલારામ...'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. અકિલા ના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા, અકિલા પરિવારના બનેવીશ્રી દીપકભાઈ નાગ્રેચા,શ્રીમતી ધારાબેન દીપકભાઈ નાગ્રેચા, શ્રીમતી સ્મિતાબેન સુનિલભાઈ રાયચુરા અને શ્રીમતી કિરણબેન નિમિશભાઈ ગણાત્રા તેમજ અકિલા પરિવાર ના સભ્યો દ્વારા પૂજય જલારામ બાપની મૂર્તિને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે તસ્વીરમાં નિહાળી શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
