ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Thursday, 30th October 2025
nvidia બની પ ટ્રિલીયન ડોલરના માર્કેટ કેપવાળી દુનિયાની પહેલી AI કંપની
વર્ષ -ર૦ર૩માં ૧ ટ્રીલીયન, જુન-ર૪માં ૩ ટ્રીલીયન ડોલરનો આંક વટાવ્યો હતો

ન્યુયોર્ક, તા. ૩૦: આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિની વચ્ચે અમેરિકાની ચિપ ઉત્પાદક Nvidiaએ એક નવું સીમાચિન્હ હાંસલ કર્યુ છે, મંગળવારે કંપનીનું માર્કેટ કેપ ૫ ટ્રિલીયન ડોલરને વટાવી ગયુ છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનારી દુનિયાની સૌપ્રથમ કંપની બની ગઇ છે.
જૂન ૨૦૨૩માં, Nvidiaએ પહેલી વાર ૧ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપને વટાવી દીધી હતી. ત્યારબાદ કંપનીએ આગામી ૧૨ મહિનામાં ઝડપથી વળદ્ધિ કરી છે, ફેબ્રુઆરી ૨૦૨૪માં ૨ ટ્રિલિયન ડોલર અને પછી જૂન ૨૦૨૪માં ૩ ટ્રિલિયન ડોલરનો આંકડો વટાવી દીધો છે, જે ટેકનોલોજી ઇતિહાસમાં એક નવો અધ્યાય છે.
હવે, ઓક્ટોબર ૨૦૨૫માં ૫ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે, તે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી કંપની બની ગઈ છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળો AI ચિપ્સની માંગ, ડેટા સેન્ટર રોકાણ અને જનરેટિવ AIના વેવને કારણે થયો હતો.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
