News of Thursday, 30th October 2025
વડાપ્રધાન મોદી ૧૨૧૯ કરોડના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
એકતાનગર ખાતે દિલ્હી જેવી જ ભવ્ય પરેડનું આયોજન : વડાપ્રધાન મોદી આજે અને કાલે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ૩૧ ઓક્ટોબરે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે

અમદાવાદ, તા.૩૦: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ૩૧ ઓક્ટોબરે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે,આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન,વિવિધ રાજ્યોની સાંસ્કળતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ' થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.વડાપ્રધાન મોદી તા.૩૦ અને ૩૧ ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે.
ઈ બસોને લીલી ઝંડી આપશે.
આ ઉજવણીમાં તેઓ આજે સાંજે ૫.૩૦ કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એકતાનગરમાં રૂ.૧૨૧૯ કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મળતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.
ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાનું ખાતમુહૂર્ત કરશે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ગુજરાતને જે ૧૨૧૯ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં ૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ.૭૦૦ કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા ૩૦૩ કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ધાટન સહિત કુલ ૫૧૯ કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદઘાટન પણ કરશે.
આ ટીમ પણ પરેડમાં જોડાશ.ે
રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ ૧૬ કન્ટીજન્ટ્સ સહભાગી થશે.ઓપરેશન સિંદૂરના BSFના ૧૬ પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતળત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના ૧૦૦ જેટલા સદસ્યો કરવાના છે.(૨૩.૮)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
