તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
સનાતન પરંપરામાં ૧૬ સંસ્કારમાં ગૃહસ્થાશ્રમનું વિશેષ મહત્વઃ પૂ. રામેશ્વરબાપુ હરિયાણી
ચરાડવામાં બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજની ઇચ્છાનુસાર પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં આયોજીત શ્રી રામકથામાં ઉમટતા ભાવિકોઃ કાલે કથાનો વિરામ

ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજની સ્મૃતિમાં તેમના કૃપાપાત્ર શિષ્ય પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં પૂ. રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને આયોજીત શ્રી રામકથામાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરે છે. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ૩૦ : પરમ પૂજ્ય દયાનંદ ગીરીબાપુની પરમનિષ્ઠામાં આયોજીત રામકથામાં પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણીએ રામકથા ના પ્રારંભે સમાધિનો મહિમા ગાયો હતો સમાધિમાં બેઠેલ મહાપુરુષ નિત્ય આપણને જાગળત કરે છે સમાધિ હંમેશા જાગળત હોય છે સમાજના દર્શન વિશેષ હોય છે સમાધિનીમાં બેઠેલો મહાપુરુષ ચિંતન દ્વારા સમાધિમાં બેઠેલા મહાપુરુષની સાધના દ્વારા સમાજને અને સેવક સમુદાયને એક નવી ચેતના પ્રાપ્ત થતી હોય છે છે વ્યાસપીઠ ઉપરથી રામેશ્વર બાપુએ સાધનો મહિમા આશ્રમ નો મહિમા સંતનો મહિમા ગાયા પછી રામચરિત્ર માનસમાં ભગવાન રામ અને સીતાજીના વિવાહનું લોકગીત દર્શન કરાવ્યું હતું.
જેમાં આપણી સનાતન પરંપરામાં ૧૬ સંસ્કારમાં ગળહસ્થાશ્રમો વિશેષ મહત્વ રહેલું છે ભગવાન રામ અને જાનકીના વિવાહ વૈદિક પરંપરાધી થયા હતા રામચરિત માનસમાં વિશ્વામિત્ર ઋષિ પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ લેવા અયોધ્યા પધારે છે રામ લક્ષ્મણની માંગણી કરે છે પરંતુ દશરથજી રામ લક્ષ્મણ ને આપવાની ના પાડે છે એવા સમયે ગુરુ વશિષ્ઠ મહારાજજી દશરથજી ની આજ્ઞા કરે છે કે તમારા બંને પુત્રો વિશ્વામિત્રજીને સોપો ગુરુ આજ્ઞાર્થ તથા બંને પુત્રો વિશ્વામિત્ર અને સોંપ્યા છે તાડકાનો વધ કરી ભગવાન રામ વિશ્વામિત્રના યજ્ઞાની રક્ષા કરે છે યજ્ઞપુરી પૂર્ણ થતા જનકપુર થી પત્રિકા આવે છે જે સ્વયંવરની પત્રિકા હોય છે જનક ના ઘરે ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર શ્રી સ્વયંવરમાં પ્રસ્થાન કરે છે જનકપુરમાં પધારીને ભગવાન રામ પોતાના હસ્તે હાથે ધનુષ્યનું ભાન કરે છે ધનુષ્ય તોડ્યા પછી વિશેષ રૂપથી ભગવાન રામ અને જાનકી જણા લગ્ન સમારંભ યોજાય છે.
અયોધ્યાથી જાન આવે છે અને રામ-સિતાના વિવાહ થાય છે રામ અને સીતાના વિવાહ બાદ ભરત શત્રુધ્ન અને લક્ષ્મણના પણ વિવાદ ધામધૂમથી જનકપુરમાં યોજાય છે સમગ્ર કથામાં સમગ્ર સેવક સમુદાય દ્વારા ભગવાન રામના લગ્ન યોજાયા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ તેમજ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા ઉપસ્થિત રહયા હતા. કાલે શ્રી રામકથા વિરામ લેશે.
શ્રી રામકથાના સાતમા દિવસે પૂ. રામેશ્વર બાપુ દ્વારા ભગવાન શ્રી રામ અને મહાકાળી માતાના તથા બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુદેવ શ્રી દયાનંદગીરીબાપુ દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ ની ઉપસ્થિત મા કથાની શરૂઆત કરી હતી પ્રથમ ચરણમાં ચિત્રકૂટમાં શ્રી રામ ભરત મિલાપ વિષે કથા રસપાન કરી આ કથામા સંતો મહંતો તથા શ્રી પ્રવિણસિંહ ઝાલા (આર્મી ઈન્ટેલિજન્સ બ્યુરો અને રાષ્ટ્રીય સંયોજક શ્રી રાજપૂત કરણી સેના) શ્રી રધુવીરસિંહ ઝાલા (પૂર્વ પ્રમુખ મોરબી રાજપૂત સમાજ) અને જુદાજુદા ક્ષેત્ર ના મહાનુભવો તથા ચરાડવા, ગોકુળીયા તેમજ આજુબાજુ ના બધા ગામો અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ ના જુદાજુદા વિસ્તારના હજારોની સંખ્યામા ભકતો એ કથા શ્રવણ કરી હતી.
બીજા ચરણમાં શબરી પ્રસંગ વિષે કથા રસપાન કરી કથાનુ રસપાન કરવા શ્રી કીરીટકાકા ગણાત્રા (અકિલા ના મોભી) તથા મહાનુભાવો કથા મા ઉપસ્થિત રહ્યા હતા તથા દાતાઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોની પ્રસાદ વ્યવસ્થાને બિરદાવાઇ હતી.
ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે હાલ ભવ્યાતિભવ્ય રીતે શ્રી રામકથામાં દરરોજ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન શ્રીરામના લીલા પ્રસંગોનો આનંદ માણી રહ્યા છે.
આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આશ્રમ સંચાલન તથા ગામના યુવા સ્વયંસેવકો દ્વારા ભક્તજનો માટે પ્રસાદની અલગથી સુવિધા ગોઠવવામાં આવી છે. ભક્તો આરામથી પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્થાનિક સ્વયંસેવકોની નિષ્ઠા અને સેવા ભાવના કાર્યક્રમની શોભા વધારી રહી છે. ભક્તિભાવ સાથે તેઓ પ્રસાદ વિતરણમાં સહાયરૂપ બની રહ્યા છે, જેના કારણે આશ્રમ પરિસરમાં સૌહાર્દપૂર્ણ અને શાંતિમય વાતાવરણ સર્જાયું છે.
આ પ્રસંગ મા પાર્કીગ વ્યવસ્થા ટ્રાફિક ને અડચણરૂપ નો બને તે રીતે પાર્કીગ સમીતી ખૂબજ સારી રીતે કરાવે છે ચા પાણી વ્યવસ્થા સમીતી ભાવથી પીવડાવે છે
રાત્રે સંતવાણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રી જયદીપભાઈ સોની (ભજનીક) તથા જયશ્રીબેન પંડયા (ભજનીક) દ્વારા ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ થયો બહોળી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્ય ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી મહાકાળી માતાજી મંદિરે તા. ૨૩-૧૦-૨૫ ને ગુરૂવારથી તા. ૩૧-૧૦-૨૫ ને શુક્રવાર સુધી બ્રહ્મલીન પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની ઈચ્છા પુર્ણ કરવા માટે તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા પંચસિધ્ધ શ્રી રામ મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
જગતજનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી શ્રી અનંત વિભૂષીત સદગુરૂ ૫. પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા પુર્ણ કરવા હેતુથી તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી વિક્રમ સંવત ૨૦૮૨, કારતક સુદ બીજ અને તા. ૨૩-૧૦-૨૦૨૫ને ગુરૂવારથી શ્રીરામકથા તથા શ્રી પંચસિધ્ધ શ્રી રામમહાયાગનું આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રી રામકથાનું મધુર વચનથી રસપાન વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કરાવશે. તથા શ્રીરામ મહાયાગ યજ્ઞના આચાર્ય ડો.દિપકભાઈ શાષાી વિધિ વિધાનથી કરાવશે. ગુરૂજીની પવિત્ર સમાધી તથા ભાવિક ભકતજનો શ્રીરામકથાનું રસપાન કરશે. ક
થાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ સુધીનો છે. જયારે દરરોજ બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ યોજાશે.
શ્રી રામકથાની પોથીયાત્રા તા.૨૩-૧૦-૨૫ ને ગુરૂવારે સવારે ૯ વાગ્યે શ્રી મહાકાળી આશ્રમથી ચરાડવા ગામ સુધી ભવ્યાતીભવ્ય નગરયાત્રા નીકળશે.
દિપ પ્રાગટય મોરબીના શ્રી ખોખરા હનુમાનજીના પ.પૂ. મા શ્રી કનકેશ્વરીદેવી, લીલાપર ગિરનારી આશ્રમના પ.પૂ. શ્રી હંસાગીરી માતાજી તથા ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના હસ્તે કરવામાં આવશે.
ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા બ્રહ્મલીન પ.પૂ. સદગુરૂ સંત શ્રી દયાનંગીરીજીબાપુના કળપાપાત્ર શિષ્ય મહંત પૂ. શ્રી અમરગીરી મહારાજ તથા સેવકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
