News of Thursday, 30th October 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી-૧૧૨:‘‘આધારહીન,શાશ્વત, નિヘલ,આકાશમાં પ્રવેશ કરો
આ વિધિમાં આકાશના,સ્પેસના ત્રણ ગુણ આપેલા છે. આધારહીન આકાશમાં કોઇ આધાર હોઇ શકતો નથી. શાશ્વતઃ તે કયારેય સમાપ્ત થઇ શકતું નથી. નિヘલઃ- તે હંમેશા ધ્વનિ-રહિત અને મોૈન હશે. એવા આકાશમાં પ્રવેશ કરો.આ તમારા ભીતર જ છે.
એ આકાશનો કોઇ આદિ કે અંત નથી અને તે આકાશ પૂર્ણતઃ શાંત છે. ત્યાં કાંઇ પણ નથી-કોઇ અવાજ પણ નહિ, કોઇ પરપોટો પણ નહિ, બધું જ નિશ્ચિત છે.
એ બિન્દુ તમારા ભીતર છે. ગમે તે ક્ષણે એમાં પ્રવેશ કરી શકો છો.જો તમારામાં આધારહીન થવાનું સાહસ છે તો એ જ ક્ષણે તમે એમાં પ્રવેશ કરી શકો છો. બારણા ખુલ્લા છે. બધાને માટે નિમંત્રણ છે. પરંતુ સાહસ જોઇએ-એકલ થવાનું, ખાલી થવાનૂં, મટી જવાનું અને મરવાનું અને જો તમે પોતાના ભીતર આકાશમાં મટીજાઓ તો તમે એવા જીવનને પામી જશો ક જે કયારેય મરતું નથી તમે અમૃતને પામી જશો'' (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
