<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

SAR ટેલિવેન્‍ચરે બ્‍લ્‍યૂલોટસ અને વ્‍હાઇટફિલ્‍ડ સાથે શેર પર્ચેઝ એગ્રિમેન્‍ટ કર્યું

રાજકોટ તા. ૩૦: દેશની અગ્રણી ટેલિકોમ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને મેનેજડ નેટવર્ક સર્વિસિઝ SAR ટેલિવેન્‍ચર   લિમિટેડે M/s બ્‍લ્‍યૂ લોટસ સપોર્ટ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ અને M/s વ્‍હાઇટફિલ્‍ડ કોમ્‍યુનિકેશન્‍સ પ્રાઇવેટ લિમિટેડનો ૧૦૦ ટકા હિસ્‍સો હસ્‍તગત કરવા માટે રૂ. ૮૦૦ કરોડના શેર પર્ચેઝ એગ્રિમેન્‍ટ કર્યા હોવાની જાહેરાત કરી છે.

આ ટ્રાન્‍ઝેકશન SAR ટેલિવેન્‍ચર માટે એક મહત્‍વપૂર્ણ વ્‍યૂહાત્‍મક પ્રગતિ બનશે કારણ કે તે ભારતના ઝડપથી વિસ્‍તરી રહેલા ટેલિકોમ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ક્ષેત્રમાં તેની સ્‍થિતિને મજબૂત બનાવશે અને દેશના દક્ષ્િચાણ ક્ષેત્રમાં તેની કામગીરીને મજબૂત બનાવવાની અપેક્ષા છે.

આ જોડાણ અંગે SAR ટેલિવેન્‍ચર લિ.ના મેનેજિંગ ડિરેકટર શ્રી રાહુલ સહદેવે જણાવ્‍યું કે, ‘‘બ્‍લુ લોટસ સપોર્ટ સર્વિસિઝ અને વ્‍હાઇટફિલ્‍ડ કોમ્‍યુનિકેશન્‍સનું એકિવઝિશન અમારી ગ્રોથ યાત્રામાં એક કુદરતી પ્રગતિ દર્શાવે છે. તે SAR ટેલિવેન્‍ચરને તેના દક્ષિણ ક્ષેત્રની કામગીરીને મજબૂત બનાવવા, અમારી સર્વિસ વિતરણ ક્ષમતા વધારવા અને ભારતના વિકસતા ડિજિટલ તથા 5G ઇકોસિસ્‍ટમમાં ઉભરતી તકોનો લાભ લેવા સક્ષમ બનાવે છે. સિનર્જી તમામ સ્‍ટેકહોલ્‍ડર્સ માટે સંચાલન શ્રેષ્‍ઠતા અને લાંબાગાળાના મૂલ્‍ય નિર્માણ પ્રત્‍યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે. 

(3:54 PM IST)