તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 31st October 2025
ટેક્નિકલ ખામીને કારણે બ્રજભૂષણ શરણ સિંહના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
હેલિકોપ્ટરનું આરાના તિરોજપુર ગામમાં ડાંગરના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ: પાયલોટનું સતર્કતાથી દુર્ઘટના ટળી

કૈસરગંજના ભૂતપૂર્વ સાંસદ અને અગ્રણી રાજકારણી બ્રજભૂષણ શરણ સિંહના હેલિકોપ્ટરને ડાંગરના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતુ.
બિહારના આરા જિલ્લામાં મોટી દુર્ઘટના ટળી છે. કૈસરગંજના ભૂતપૂર્વ સાંસદ અને અગ્રણી રાજકારણી બ્રજભૂષણ શરણ સિંહના હેલિકોપ્ટરને ડાંગરના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતુ. આ ઘટના ગજરાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહુલી બુઝુર્ગ તિરોજપુર ગામમાં બની હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. હેલિકોપ્ટર ખાનગી કાર્યક્રમ માટે ઉડાન ભરી રહ્યું હતું. ઉડાન દરમિયાન પાયલટને અચાનક ટેકનિકલ ખામીની જાણ થતાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
