News of Friday, 31st October 2025
બેન્ગલોરમાં રજૂ થઈ સ્વદેશી ડ્રાઇવરલેસ કાર
વિપ્રો, IISc અને RV કોલેજ ઓફ એન્જાિનિયરિગે સાથે મળીને સંપૂર્ણપણે ભારતીય ટેક્રિકથી આ કારનું નિર્માણ કર્યું

બેન્ગલોર,તા.૩૧: દેશના ટેક્રોલોજી કેપિટલ તરીકે જાણીતા બેન્ગલોરથી એક ઐતિહાસિક સિદ્ધિના સમાચાર આવ્યા છે. ભારતમાં બનેલી પ્રથમ ડ્રાઇવરલેસ કાર WIRIN (Wipro, IISc રિસર્ચ એન્ડ ઇનોવેશન નેટવર્ક) રજૂ કરવામાં આવી હતી. વિપ્રો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને ય્સ્ કોલેજ ઓફ એન્જાિનિયરિગ આ ત્રણેય પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સાથે મળીને આ પ્રોજેક્ટ પાર પાડ્યો હતો. આ કારનો પહેલો જ પ્રોટોટાઇપ છે અને અત્યારે ટેસ્ટિંગ ફેઝમાં છે. કારની ટેક્રિક સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે.
આ પ્રોજેક્ટ રજૂ કરાતો હોય એનો એક નાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ૨૮ સેકન્ડના આ વિડિયોમાં આ પ્રોટોટાઇપ કાર ડ્રાઇવર વિના ય્સ્ કોલેજના કેમ્પસમાંથી પસાર થતી જોઈ શકાતી હતી. વિડિયોમાં એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં ઉત્તરાદિ મઠના મઠાધીશ શ્રી સત્યાત્મા તીર્થ બેઠા છે અને કાર એની જાતે ચાલી રહી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
