<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

આધારકાર્ડ મેળવવું અથવા અપડેટ કરવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર

UIDAIને ચેતવણી આપીઃ લોકોને આધારમાં અપડેટ કરવા માટે કોઈ મુશ્‍કેલીનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવી જોઈએ : દેશના ઘણા ભાગોમાં આધારકાર્ડના કેન્‍દ્રોના અંતર અને અપડેટ માટે લાંબી કતારો ફરીયાદો મળી

નવી દિલ્‍હી, તા.૩૧: આધાર કાર્ડ અપડેટ કરવું એ કોઈપણ વ્‍યક્‍તિ માટે મૂળભૂત અધિકાર છે. તે એક વૈધાનિક અધિકાર પણ છે. તેથી, આધાર ડેટા અપડેટ કરવાની સુવિધાઓ સ્‍થાનિક સ્‍તરે ઉપલબ્‍ધ હોવી જોઈએ. મદ્રાસ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે આ અવલોકન કર્યું હતું. બેન્‍ચે જણાવ્‍યું હતું કે UIDAI એ ખાતરી કરવી જોઈએ કે લોકોને આધારમાં કોઈપણ અપડેટ કરવામાં કોઈ મુશ્‍કેલીનો સામનો ન કરવો પડે. ન્‍યાયાધીશ જી.આર. સ્‍વામિનાથનની બેન્‍ચે જણાવ્‍યું હતું કે આધાર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ઘણા ફાયદાઓ પૂરા પાડે છે. તેથી, આધાર કાર્ડ મેળવવું અથવા આધારમાં કોઈપણ અપડેટ કરવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, અને આ સુનિヘતિ કરવું જોઈએ.

જો લોકોને આ માટે સંઘર્ષ કરવો પડે તો તે ખોટું હશે. બેન્‍ચે કહ્યું કે લાભો મેળવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે અને તેના માટે આધાર કાર્ડ આવશ્‍યક છે, તેથી નાગરિકો પાસે તેના પર ડેટા અપડેટ કરવાની અથવા સુધારવાની ક્ષમતા હોવી જોઈએ. બેન્‍ચે જણાવ્‍યું હતું કે આધાર જારી કરનારી સત્તા UIDAI ની જવાબદારી છે કે તે અપડેટ કરવા માટે સ્‍થાનિક સુવિધાઓ પૂરી પાડે. દેશના ઘણા ભાગોમાં, આધાર કાર્ડ કેન્‍દ્રોના અંતર અને તેમને અપડેટ કરાવવા માટે જરૂરી લાંબી કતારો અંગે ફરિયાદો મળી છે.

કોર્ટે આ ટિપ્‍પણી ૭૪ વર્ષીય વિધવા પી. પુષ્‍પમ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે કરી હતી. તમિલનાડુના પરમાકુડીની રહેવાસી પુષ્‍પમે જણાવ્‍યું હતું કે તેમનું ફેમિલી પેન્‍શન બ્‍લોક થઈ ગયું છે કારણ કે તેમનું નામ આધાર કાર્ડ પર બદલીને પુષ્‍પમ કરવામાં આવ્‍યું છે અને તેમની જન્‍મ તારીખમાં ભૂલો છે. તે હવે તેને સુધારવા માંગે છે, પરંતુ મુશ્‍કેલીઓનો સામનો કરી રહી છે. પુષ્‍પમના પતિ સૈનિક હતા અને ૨૧ વર્ષ સુધી સેવા આપી હતી. તેમનું મે ૨૦૨૫ માં અવસાન થયું. જ્‍યારે મહિલાએ તેના પતિના મળત્‍યુ પછી પેન્‍શન માટે અરજી કરી હતી, ત્‍યારે સંરક્ષણ ખાતા વિભાગે તેની પ્રક્રિયા કરવાનો ઇનકાર કર્યો હતો. 

(2:59 PM IST)