News of Friday, 31st October 2025
એસબીઆઈ સહીત અનેક બેન્કોની વેબસાઈટના ડોમેન નેમ એટલે કે URL એડ્રેસમાં ફેરફાર કરાયા
RBIના નિર્દેશો પ્રમાણે ભારતીય સ્ટેટ બેન્ક (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB) અને કેનેરા બેન્ક જેવી બેન્કોએ પોતાની અધિકૃત વેબસાઈટના URLને '.bank.in' ડોમેન પર ટ્રાન્સફર કરી દીધુ

નવી દિલ્હી : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB) અને HDFC સહિત અનેક બેન્કોની વેબસાઈટના ડોમેન નેમ એટલે કે URL એડ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હકીકતમાં આ ફેરફાર ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશોને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા છે.
જેમાં RBIએ બેન્કને કહ્યું છે કે તેઓ પોતાના નેટ બેન્કિંગ વેબસાઈટ એડ્રેસને 31 ઓક્ટોબર,2025 અગાઉ સ્પેશિયલ ઈન્ટરનેટ ડોમેન - '.bank.in' પર ટ્રાન્સફર કરી દે. RBIએ આ અંગે સર્ક્યુલર 21 એપ્રિલ 2025ના રોજ જારી કર્યું હતું.
આ સર્ક્યુલરમાં RBIએ કહ્યું હતું કે તેમના વર્મતાન ડોમેનને ‘.bank.in’ડોમેનમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા જલદી પૂરી થઈ જશે અને કોઈ પણ સ્થિતિમાં 31 ઓક્ટોબર,2025 અગાઉ આ કામ પૂરું કરવાનું રહેશે.
RBIના નિર્દેશો પ્રમાણે ભારતીય સ્ટેટ બેન્ક (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB) અને કેનેરા બેન્ક જેવી બેન્કોએ પોતાની અધિકૃત વેબસાઈટના URLને '.bank.in' ડોમેન પર ટ્રાન્સફર કરી દીધુ છે.
હકીકતમાં .bank.in ડોમેન એક સિક્યોર અને સ્પેશિયલ ઈન્ટરનેટ ડોમેન છે, જે RBI દ્વારા વિશેષ કરીને ભારતીય બેન્કો માટે શરૂ કરવામાં આવેલ છે, જેથી ડિજિટલ ચુકવણીને લગતી છેતરપિંડી અટકાવવા અને ઓનલાઈન બેન્કિંગ સેવાઓમાં વિશ્વાસને વધારવામાં મદદ મળી શકે.
બીજી બાજુ ICICI બેન્ક, HDFC બેન્ક અને Axis Bank જેવી પ્રાઈવેટ બેન્કોએ પણ આ પ્રકારના માઈગ્રેશનની ખાતરી આપી છે, અને પોતાના ગ્રાહકોને ખાતરી આપી છે કે તેમની વર્તમાન સેવાઓને કોઈ જ અવરોધ પડશે નહીં અને જૂના URL નવા '.bank.in' એડ્રેસ સાથે સહજતાથી જોડાઈ જશે.
આ પહેલ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા અને MEITYની જોગવાઈ અંતર્ગત બેન્કિંગ ટેકનોલોજી ડેવલપમેન્ટ અને અનુસંધાન સંસ્થાન (IDRBT) દ્વારા ડોમેન રજિસ્ટ્રેશન અને ઓપરેશનલ સપોર્ટ પ્રદાન કરવામાં આવ્યું હતું.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
